
નીલ ડોડીયાર :- દાહોદ
ઝાલોદમાં એસબીઆઈ બેન્કમાં મુકેલા સીડીએમ મશીનને તસ્કરોએ વેલ્ડિંગ રોડથી તોડવાનો કર્યો પ્રયાસ:50 હજાર નું નુકશાન..
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ એસબીઆઈ બેન્કમાં મુકેલ સી.ડી.એમ. મશીનને તોડી ચોરી કરવાની કોશિષ કરતાં અંદાજે રૂા.૫૦ હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૦૩જી ઓગષ્ટના રોજ રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ ઝાલોદ નગરમાં ભરત ટાવર પાસે આવેલ એસબીઆઈ બેન્કમાં ઓન સાઈટના ભાગે મુકી રાખેલ સી.ડી.એમ. મશીનનો આગળનો દરવાજાે વેલ્ડીંગ રોડથી તોડી સેફ લોક તોડવાની કોશિષ કરી ચોરીનો પ્રયાસ કર્યાે હતો પરંતુ ચોરો ચોરી કરવામાં નિષ્ફળ ગયાં હતાં જ્યારે સી.ડી.એમ. મશીન તોડતાં અંદાજે રૂા.૫૦ હજારનું નુકસાન થયું હતું.
આ સંબંધે ઝાલોદની એસ.બી.આઈ. બેન્કમાં ફરજ બજાવતાં કનુભાઈ વાલજીભાઈ કામોળે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
—————————————–