ઈરફાન મકરાણી :- દે. બારીયા
દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પોલીસની એન્ટ્રી, એક મહિલા સહિત ત્રણ જુગારીયા ઝડપાયા..
દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં ખુલ્લામાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડા પાડી એક મહિલા સહિત ત્રણ જુગારીઓને ડબોસી 11,200 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દેવગબારીયા તા ૧૭
દેવગઢબારિયા નગરના કાપડી વિસ્તારમાં આઈશાબીબી ઉર્ફે આસુડી ક્યુમભાઈ નાનાભાઈ બાંડીબારીયા પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે જુગાર રમાડતી હોવાની બાતમી દેવગઢબારિયા પોલીસ મથકના પીએસઆઇ ચિરાગ દેસાઈને થતા પીએસઆઇ તેમજ પોલીસની ટીમેં કાપડી વિસ્તારમાં આયેશાબીબીના ઘરના પાછળ ખુલ્લામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી
જુગાર રમાડી રહેલી આઈશાબીબી ઉર્ફે આસુડી ક્યુમભાઈ નાનાભાઈ બાંડીબારીયા,સીકન્દરભાઇ ક્યુમભાઈ જાતે બાંડીબારીયા, રહે.કાપડી બાંડીબારીયા તેમજ ઇંકલભાઇ ઉર્ફે રાહુલભાઇ દિલીપભાઇ જાતે દંતાણી, રહે.લીમખેડા માર્કેટ ફળીયાને ઝડપી તેઓની પાસેથી દાવ પર તેમજ અંગ જડતી દરમિયાન મળેલ રોકડ તેમજ પાના પત્તા ની કેટ મળી 11,200 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો નોંધ્યો છે.