દેવગઢ બારીયાના પંચેલામાં નામચીન બુટલેગર ના રહેણાંક મકાનમાં પોલીસના દરોડા,
દે.બારીયા તા.૧૦
દે.બારિયાના પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પંચેલા ગામે ભરવાડ ફળિયામાં રહેતા નામચીન બુટલેગરના ઘરે દરોડા પાડી 85 હજારથી વધારેનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપી પાડી વોન્ટેડ બુટલેગર વિરરૂધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા ની સૂચનાના આધારે વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા ના હેતુસર પીપલોદ પોલીસે વ્યુહાત્મક રીતે આયોજનબદ્ધ ટીમ બનાવી લિસ્ટેડ બૂટલેગરો પર વોચ રાખી હતી. દરમિયાન પીપલોદ પોલીસ મથક ના પોશઇ પરમારને મળેલી બાતનીના આધારે પંચેલા ગામે ભરવાડ ફળિયામાં રહેતા ભાવેશ હીરા ભરવાડના રહેણાંક મકાન પર રેડ પાડી હતી. પોલીસને બુટલેગર ભાવેશના ઘરેથી જંગી માત્રામાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 85,370 રૂપિયાની કિંમતની અલગ અલગ બ્રાન્ડની કાચની અને પ્લાસ્ટિકની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 320 બોટલો જપ્ત કરી હતી. તેમજ ભાગી છૂટેલા બુટલેગર ભાવેશ હીરા ભરવાડ વિરૂધ વગર પર પાસ પરમિટે અંગ્રેજી દારૂનો ધંધો કરવા બાબતે પ્રોહી એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.