કલ્પેશ શાહ સીંગવડ
રણધીપુર પોલીસે છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા પોસ્કોના આરોપીને ઝડપી જેલભેગો કર્યો..
સિંગવાડ તા. ૧૧
રણધીપુર પોલીસ દ્વારા ચાર વર્ષથી નાસ્તો ફરતો પોસ્કો નો ગુનેગારને પકડવા માટે પોલીસ મહાનિર્દેશક આર.વી .અન્સારી પંચમહાલ રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલા દ્વારા ગુમ અપહરણ ભોગવતા આરોપી શોધી કાઢવાની સૂચના કરેલ એ સૂચના ને મદદનીશ પોલીસ અધિક્ષક વિશાખા જૈન લીમખેડા વિભાગ તથા સીપીઆઈ કે એન બારીયાના માર્ગદર્શન થી રણધીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાની વાવ ગામની સગીરાનું 27.5 2019 ના રોજ આરોપી કિરણભાઈ રેમાલભાઈ રાઠવા દ્વારા ગામ કેલધરા તાલુકો કવાટ જીલ્લો છોટાઉદેપુર દ્વારા અપહરણ કરી ભગાવી ગયેલ જે રણધીપુર પોલીસ ખાતે ફ.ગુ.ર.ન .23/2019 તથા ઇ.પી.કો કલમ 363 366 114 તથા પોસ્કો એકટ કલમ 17 મુજબ ગુનો દાખલ થયેલ જે રણધીપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધવા માટેની પોલીસ સ્ટેશન સ્તર થી અલગ ટીમ બનાવવામાં આવેલ જે અનુસંધાને પો.સ.ઇ જે કે રાઠોડના ઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ આધારભૂત માહિતી મળેલ કે આ કામનું આરોપી કિરણ ભાઈ રેમલભાઈ જાતે રાઠવા રાજકોટના જામકંડોરીયા ખાતે મજૂરી કામ કરી રહેતો હોય આથી પો.સ.ઇ જે કે રાઠોડના તાત્કાલિક ધોરણે રાજકોટ ખાતે મજૂરી કામ કરી રહ્યો હોય જે અનુસંધાને તાત્કાલિક ધોરણે પો. સ. ઇ. જે કે રાઠોડ દ્વારા તાત્કાલિક ધોરણે રાજકોટ ખાતે પોલીસ સ્ટાફ મોકલી આપતા પોલીસ આરોપી કિરણભાઈ રેમાલભાઈ રાઠવા ને ઝડપી પાડી રણધીપુર પોલીસ સ્ટેશનને લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ કામમાં રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે કે રાઠોડ એએસઆઈ શૈલેષભાઈ સાકળ આઉટ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ નટવરસિંહ અને આઉટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર સુરસીંગભાઇ દ્વારા આ આરોપીને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવી હતી.