
નવીન શિકાલીગર પીપલોડ
દાહોદ તરફ આવેલાં અપહરણકર્તાઓએ ઈન્સ્ટાગ્રામ પર એક કરોડની ખંડણી માંગી: પોલિસે બ્રોડકાસ્ટ મેસેજના આધારે આરોપીઓને ઝડપ્યા…
અમદાવાદના નારાયણપુરાથી બે બાળકોનું ફોરવીલર ગાડીમાં અપહરણ કરી ભાગેલા ચાર અપહરણકર્તા ઓને પિપલોદ પોલિસે દબોચ્યા…
દેવગઢ બારીયાના પીપલોદ પોલીસે બ્રોડકાસ્ટ મેસેજના આધારે અમદાવાદના નારણપુરા થી બે બાળકોનું અપહરણ કરી ભાગી છૂટેલા ત્રણ આરોપીઓને ભથવાડા ભુતિયા ગામેથી વાહન સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ભોગ બનનાર બાળકોને હસ્તગત કરવામા સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા પ્રીત ટ્વિંકલભાઈ કોન્ટ્રાક્ટર અને જીલ નામના બે મિત્રો મળી ગતરોજ સાંજના સમયે તેમના મિત્રો સાથે જન્મદિનની ઉજવણી માટે ગયા હતા. ત્યારે અગાઉ બનેલ કોઈ અણ બનાવની અદાવત રાખી ચાર જેટલા અપહરણકર્તાઓએ આ બંને બાળકોનું અપહરણ કરી ઈન્સ્ટાગ્રામ પર ફોન કરી એક કરોડની માંગણી કરી હતી. તેમજ બંને બાળકોને ફોરવીલર કારમાં લઈને દાહોદ તરફ લઈને ભાગ્યા હતા. રસ્તામાં ભથવાડા ટોલનાકા પાસે આવેલા ભુતિયા ગામના અંડર બ્રિજ નીચે અપહરણકારોની ગાડી પાણીમાં ફસાઈ જવા પામી હતી. ત્યારે પીપલોદ પોલીસને બ્રોડકાસ્ટ મેસેજ મળતા જ આ વાહનની તપાસ પોલીસે હાથ ધરી હતી. પોલીસને વાહન મળી આવતા જ બંને બાળકોને અપહરણ કરતા છોડાવ્યા હતા.તેમજ અપહરણકર્તા કરણ ઉર્ફે કૃણાલ ઉર્ફે કેડી રમેશ રાજપુત, ઘાટલોડિયા અમદાવાદ, મનીષ રમેશ ભાભોર ,ધાવડીયા, ઝાલોદ, શકીલ ખાન ઇલ્યાસ પઠાણ અમદાવાદ,ની ધરપકડ કરી ઉપયોગમાં લેવાયેલ કોરોલા કારને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.