ફતેપુરામાં ચાલુ મોટરસાયકલે વેપારી સાથે ચીલ ઝડપથી ચકચાર…

Editor Dahod Live
2 Min Read

યાસીન ભાભોર:- ફતેપુરા

ફતેપુરામાં ચાલુ મોટરસાયકલે વેપારી સાથે ચીલ ઝડપથી ચકચાર…

બાઈક સવાર વેપારીને પાડી પૈસા ભરેલો બેગ ઝૂંટવી લુરારું ફરાર…

 

ફતેપુરા નગરના ઘુધસ રોડ વિસ્તારમાં રહેતા અને પાટવેલ રોડ વિસ્તારમાં કરિયાણાની દુકાન કરતા અનિલ મહાવીર અગ્રવાલ ગતરોજ એટલે કે તા.૦1/7/2023 ના રોજ રાતના સમય પોતાની દુકાન બંધ કરીને દુકાનના વકરાના પૈસા લઈને પોતાની મોટરસાયકલ પર સવાર થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે વખતે ઘુઘસ રોડ વિસ્તારમાં આવતા એક લાલ કલરની મોટરસાયકલ ઉપર  ઈસમો આવ્યા હતા અને ચાલુ મોટરસાયકલે અનિલ અગ્રવાલ પાસેથી રૂપિયા ભરેલો થેલી ઝુંટવવાની કોશિશ કરતાં અનિલ અગ્રવાલ અને આ બંને મોટરસાયકલ ચાલક અને તેની પાછળ બેઠેલો ઈસમ પડી જવા પામ્યા હતા તે વખતે આ ચીલ ઝડપ કરવા આવેલા બંને ઈસમોએ અનિલ મહાવીર અગ્રવાલ પાસેથી રૂપિયા ભરેલો થેલી ઝુંટવીને ફરાર થઈ જવા પામ્યા છે.આ ચીલ ઝડપ દરમ્યાન વેપારી અનિલ મહાવીર અગ્રવાલને ઈજાઓ પણ પહોંચવા પામી છે.

આ ચીલ ઝડપ અને લૂંટનો ભોગ બનેલા અનિલ મહાવીર અગ્રવાલે ફતેપુરા પોલીસને જાણ કરતાં ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

જોકે આ ચીલ ઝડપમાં કેટલા રૂપિયાની લૂંટ થઈ છે તે હાલ જાણી શકાયું નથી.વેપારી દ્વારા હિસાબ કરીને ચોક્કસ આંકડો આપવામાં આવે ત્યારે આ ચીલ ઝડપ કરીને થયેલી લૂંટમાં કેટલા રૂપિયાની લૂંટ થઈ છે તે જાણી શકાશે.

આ તમામ માહિતી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘુધસ રોડ વિસ્તારમાં રહેતા અને પાટવેલ રોડ ઉપર કરિયાણાની દુકાન કરતા અને આ ચીલ ઝડપ અને લૂંટનો ભોગ બનેલા વેપારી અનિલ મહાવીર અગ્રવાલે આપી છે.

Share This Article