ગરબાડા ધારાસભ્યે દાહોદ-અલીરાજપુર નેશનલ હાઈવેની ઓચિંતી મુલાકાત લઇ મટીરીયલની ગુણવત્તા ચકાસણી કરી..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા ધારાસભ્યે દાહોદ-અલીરાજપુર નેશનલ હાઈવેની ઓચિંતી મુલાકાત લઇ મટીરીયલની ગુણવત્તા ચકાસણી કરી..

 

ગરબાડા તા.23

 

ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હાલમાં નવીન બની રહેલા દાહોદ અલીરાજપુર નેશનલ હાઇવેની ઓચિંતી મુલાકાત કરી હતી.અને હાલમાં બની રહેલા નેશનલ હાઈવેની મુલાકાત કરીને જે રસ્તામાં વાપરવામાં આવેલ મટીરીયલ ની ગુણવત્તાની ચકાસણી કરી હતી જેમાં ગરબાડા ભાભરા ચોકડી નજીક જે રસ્તાની વચ્ચે ડિવાઈડર પાળીનું CC વર્ક કરવામાં આવ્યું છે.જે તૂટેલી હાલતમાં જોવા મળતા ધારાસભ્યએ તે મટીરીયલ જોઈને તેની ચકાસણી કરવા માટે જણાવ્યું હતું.જેમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર જે કામ કરવામાં આવ્યું છે તે હલકી કક્ષાનું છે કે નહી તેની જાણ R&B વિભાગના અધિકારીને કરવામાં આવશે અને આ રસ્તાના કામમાં યોગ્ય ગુણ વાતાવરણ મટીરીયલ વાપરવામાં તેની પર રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Share This Article