Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકા MGVCL ના મનસ્વી વહીવટથી છેલ્લા છ માસથી પાષાણ યુગમાં જીવતા હોવાની અનુભૂતિ કરતાં માનાવાળા બોરીદાના ખેડૂતો..

June 10, 2023
        1551
ફતેપુરા તાલુકા MGVCL ના મનસ્વી વહીવટથી છેલ્લા છ માસથી પાષાણ યુગમાં જીવતા હોવાની અનુભૂતિ કરતાં માનાવાળા બોરીદાના ખેડૂતો..

બાબુ સોલંકી :- સુખસર.

ફતેપુરા તાલુકા MGVCL ના મનસ્વી વહીવટથી છેલ્લા છ માસથી પાષાણ યુગમાં જીવતા હોવાની અનુભૂતિ કરતાં માનાવાળા બોરીદાના ખેડૂતો..

માનાવાળા બોરીદામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની છ માસથી ત્રણ ડી.પી.ઓ બળી જતા વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય.

એગ્રીકલ્ચર વીજ પ્રવાહના અભાવે માનાવાળા બોરીદાના ખેડૂતોના શિયાળુ તથા ઉનાળુના ખેતી પાકો નિષ્ફળ જતા હજારોનું નુકસાન.

 સુખસર,તા.10

 ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલના જવાબદારો દ્વારા વીજ ગ્રાહકોની મુશ્કેલી પ્રત્યે આંખ આડાખાન કરાતા ખાસ કરીને પોતાના કુવાઓ ઉપર એગ્રીકલ્ચર વીજ લાઈન લેનાર ખેડૂતોના વીજ કનેક્શનોમાં બરાબર ખેતીની સીઝનમાં ખોટકાતા વીજ પ્રવાહના કારણે અને એમ.જી.વી.સી.એલની બેદરકારીથી ખેડૂતોના ખેતી પાકો નિષ્ફળ જઈ રહ્યા છે.ત્યારે તે પ્રત્યે ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ ના વહીવટમાં સુધાર લાવવા ઉચ્ચ અધિકારીઓ સત્વરે ધ્યાન આપે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ છે.

        પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા ગામે કુવાઓ ઉપર એગ્રીકલ્ચર વીજ લાઈનો માટે ત્રણ વીજ ડી.પી ઓ ફાળવવામાં આવેલ છે.તેમાં માનાવાળા બોરીદાના માતા ફળિયા,પટેલ ફળિયા તથા નિશાળ ફળિયામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની ડી.પીઓ આવેલી છે.જેમાં માતા ફળિયા ખાતે આવેલ વીજ ડી.પી છેલ્લા દોઢેક માસથી બળી જવા પામેલ છે.અને આ ડી.પી ઉપર સાત જેટલા એગ્રીકલ્ચર વીજ લાઈનના કનેક્શનો આપવામાં આવેલ છે. જ્યારે પટેલ ફળિયા ખાતે આવેલ વીજ ડી.પી છેલ્લા છ માસથી બળી જતા તેની ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલના જવાબદારોને અનેક વાર લેખિત મોખીક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નવીન વીજ ડી.પી બેસાડવામાં નહીં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. જ્યારે નિશાળ ફળિયા ખાતે આવેલ એગ્રીકલ્ચર વીજ ડી.પી છેલ્લા બે માસથી બળી જવા પામી છે.અને આ વીજ ડી.પી ઉપર ત્રણ જેટલા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવેલ છે. આમ એક જ ગામમાં ત્રણ-ત્રણ ડી.પીઓ બળી જતાં તેની ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ માં પોતાના રવિ સિઝનના પાકો તેમજ ઉનાળુમાં શાકભાજી,ચાહટા તથા મગની ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાની અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરતા ફતેપુરા કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા તમારી ડી.પી વડોદરા ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી નવીન વીજ ડી.પી આવશે ત્યારે ફીટ કરી આપીશું તેવા ઉડાઉ છેલ્લા છ માસથી જવાબો આપવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીના જવાબદારોના મનસ્વી વહીવટથી માનાવાળા બોરીદાના ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા ઉચ્ચ અધિકારીઓ સત્વરે ધ્યાન આપે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ જાણવા મળે છે.

 અમારા માનાવાળા બોરીદા ખાતે એગ્રીકલ્ચર વીજ લાઈન માટે ત્રણ ડી.પીઓ બળી જતાં છ માસથી લાઈટ વિહોણા બન્યા :- બચુભાઈ એફ. મછાર,માનાવાળા બોરીદા, સ્થાનિક ખેડૂત.

 અમારા માનાવાળા બોરીદા ખાતે એગ્રીકલ્ચર વીજ લાઈન માટે ત્રણ ડી.પીઓ ફાળવવામાં આવેલ છે.અને આ ત્રણે ત્રણ ડી.પીઓ બળી જવા પામેલ છે.આમો એગ્રીકલ્ચર વીજ કનેક્શન ધરાવતા બાર જેટલા ગ્રાહકો છેલ્લા છ માસથી ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં રજૂઆતો કરી રહ્યા છીએ.અને વડોદરાથી નવીન વીજ ડી.પી આવશે ત્યારે વીજ ડી.પી નાખી આપીશું તેવા જવાબો આપી અમારી રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી.અને અમારા શિયાળુ તથા ઉનાળુ સીઝનના તમામ પાકો નિષ્ફળ જતા અમોને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.તાત્કાલિક અમોને નવીન વિજ ડી.પીઓ ફાળવવામાં આવે તેવી અમારી માંગણી છે.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!