ગરબાડા તાલુકાનાં અભલોડ ગામે બે મકાનોમાં લાગી આગ: ફાયર ફાયટરે આગ ઉપર કાબુ મેળવ્યો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાનાં અભલોડ ગામે બે મકાનોમાં લાગી આગ: ફાયર ફાયટરે આગ ઉપર કાબુ મેળવ્યો.

ઘટનાની જાણ તલાટી તેમજ સરપંચ થતા તેઓ પણ ઘટના સ્થળે પોહચી પંચક્યાસ કરી વધુ તપાસ હાથ ધરી

ગરબાડા તા. ૧૦

ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગત રાત્રે 10.30 વાગ્યા નાં અરશ માં વરજાગિયા ફળિયામાં અગમ્ય કારણોસર બે મકાનોમાં લાગેલી આગમાં ભલાભાઈ પુજલભાઈ પલાસ તેમજ રમણભાઈ ભલાભાઈ પલાસ મકાન બળીને ખાખ થઈ જવા પામ્યા હતા આગ લાગવાની જાણ ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનાની જાણ સરપંચ તેમજ તલાટીને કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી અને આગમાં થયેલા નુકસાન નો સર્વે કરી પચક્યાસ કરી આગળની તપાસ હાથ ધરી હતી

Share This Article