કલ્પેશ શાહ : – સિંગવડ
સિંગવડ તાલુકામાં તળાવ ઊંડા કરવાની કામગીરીથી સરપંચ તલાટી સહિતનાં અજાણ…
ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના આક્ષેપો..
સિંગવડ તા. ૬
સિંગવડ તાલુકામાં તળાવ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે તે કયા સરકારી ખાતામાંથી કરવામાં આવે છે. તેમની તે ગામના સરપંચ કે તલાટી કે ગ્રામજનોને ખબર નહિ પડવા દેવાતી હોવાની બૂમો જોવા મળી રહી છે.
સિંગવડ તાલુકાના મલેકપુર કટારાની પાલ્લી વગેરે ગામોમાં સરકારી તંત્ર દ્વારા તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ કામ મનરેગા શાખા સુજલામ સુફલામ શાખા કે કઈ બીજી શાખાઓ દ્વારા કરવામાં આવે છે તેની જાણ ગામના સરપંચ તલાટી કે ગામના નાગરિકોને કરવામાં નહીં આવતા તળાવની કામગીરી અંદરખાને થતી હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે તળાવ ઊંડા કરવા માટે એનજીઓ કે પછી એજન્સીઓ દ્વારા કરવામાં આવવાના લીધે આ તળાવ ઊંડા કરવાની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે.જ્યારે આ તળાવ ઊંડા કરવાની કામગીરી ખરેખર લોકો દ્વારા કરવામાં આવે તો તેમને રોજી રોટી મળી રહે અને તેમને મજૂરી કરવા માટે બહારગામ જવું નહીં પડે અને ઘર બેઠા સરકારી કામો આવે તો મજૂરી મળી શકે છે પરંતુ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો ની મિલીભગત ના લીધે તળાવ ઊંડા કરવાની કામગીરી જેસીબી જેવા મશીનોથી કરવામાં આવતા ગામડાની ગરીબ પ્રજાને મજૂરી મળતી હતી તે પણ છીનવાઈ જવા પામી છે જ્યારે સરકારનો જે તળાવ ઊંડા કરવા પાછળ ગામડાની ગરીબ પ્રજાને મજૂરી મળી રહે તે માટેનું હેતુ હોય છે અને તેમનું ગુજરાન ચાલ્યા કરે પરંતુ સરકારી તંત્રના અધિકારીઓ ને આ ગરીબ પ્રજા દેખાતી નથી તેમ લાગી રહ્યું છે જ્યારે પ્રજાને અહીંયા કામો નહીં મળી રહેતા તેમને મોરબી જુનાગઢ ગીરનાર તારાપુર વગેરે ગામોમાં મજૂરી કરવા માટે જવું પડતું હોય છે જેના લીધે તેમના ઘર છોડીને મજૂરી કરવા ચાલ્યા જતા હોય છે સરકારી તળાવ ઊંડા કરવાનું કામો મજૂરો દ્વારા કરવામાં આવે તો તેમને બહારગામ કામે નહીં જવું પડે અને અહીંયા મજૂરી મળી રહે તેમ અને તેમના ઘરના ઢોર ઢાકર વગેરે સચવાઈ રહે પરંતુ સરકારી તંત્ર દ્વારા કામો જેસીબી જેવા મશીનથી કરાવવાથી આ કામો પણ નકકી કર્યા પ્રમાણે કરવામા નથી આવતા અને કામોમાં ખાલી વેઠ ઉતારવામાં આવતી હોય તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે જ્યારે જે ગામમાં કામ કરવામાં આવે છે તેમના સરપંચ તલાટી વગેરેને ખબર પાડીને કરવામાં આવે તો તે પણ આ કામોને ધ્યાન રાખીને કામ કરાવી શકે તેમ છે પરંતુ એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવતા બધા કામો સાચા થતા નથી અને આ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે માટે જે ગામોમાં આ તળાવ ઊંડા કરવાના કામો કરવામાં આવે તેની જાણ ગામ લોકોને કરવામાં આવે તેવી લોકોની માંગ છે જયારે સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ તેની માહિતી ગામજનો ને આપવામા આવે તો તે કેટલુ સારુ કામ કરવામાં આવ્યું તેની જાણ રાખી શકે તેમ છે..