વસાવે રાજેશ દાહોદ
દાહોદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા નોખી રીતે ઉજવણી કરી
દાહોદ તા. ૫ 
વિશ્વ જ્યારે આજે ગ્લોબલ વોર્મિંગ તથા વિવિધ પ્રકારના પ્રદુષણ થકી સમગ્ર માનવજાત ને જીવ જગત પરેશાન થઈ રહ્યું છે ત્યારે પયૉવરણ ના તત્વો એવા જળ જમીન ને જંગલ નું જતન સંવર્ધન કરવાની આપણા સૌની મૂળભૂત ફરજો પૈકી એક છે. સમયની સાથે આધુનિકતા ની દોડધામમાં માનવીએ આજે પોતાના સ્વાર્થ માટે સમગ્ર પયૉવરણ ને પ્રકૃતિ ને ભારે નુકસાન કર્યું છે.આપણે સૌ જાણીએ છીએ તેમ રોજ બરોજના જીવનમાં મનુષ્ય જ્યારે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જાય છે ત્યારે એ પોતે પ્લાસ્ટિક નો ઉપયોગ કરતો રહ્યો છે. જેમાં નાસ્તા ના પડીકાં થઈ લઈને શાકભાજી ની ખરીદી હોય કે પછી છૂટક વસ્તુઓની ખરીદી ઘણી વખતે જાણે અજાણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરતો રહે છે. આજે સ્માઈલ ફાઉન્ડેશન દાહોદ દ્વારા દાહોદ નગરપાલિકા આગળ વહેલી સવારે ૫૬૦ થી વધુ કાપડની થેલીઓ નિઃશુલ્ક આમ જનતાને વિતરણ કરવામાં આવી હતી.

~~ આ કાપડ ની થેલીઓ આપવાનો ઉપક્રમ છેલ્લા ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. પ્લાસ્ટિક ની થેલી કે અન્ય વસ્તુઓ સામે કાપડ એ પયૉવરણ ના હિતકર તથા પ્રકૃતિ ને નુકસાન કરતા નથી. જ્યારે કોઈપણ પ્રકારનુ પ્લાસ્ટિક એ લગભગ ( ૫૦૦ ) પાંચસો વર્ષ સુધી જમીનમાં સડતું બગડતું કે નાશ પામતું નથી જેથી સીધી કે આડકતરી રીતે જમીન નું પ્રદુષણ કરે છે. સાથે જ સફાઈની નાળીઓ,ગટરો, નદીઓના પ્રવાહમાં પણ જાણે અજાણે જાય ત્યારે તે પણ જમીન પાણી ને અન્ય રીતે તમામ રીતે નુકસાન કરે છે.
~~ આમ દૈનિક જીવનમાં પ્લાસ્ટિક નો એકમાત્ર ઉપયોગ ટાળવાથી પણ સીધી કે આડકતરી રીતે પયૉવરણ ની જતન કરનાર બની રહે છે. આપણે સૌને એક પ્રેરણાત્મક સંદેશ આપતા સ્માઈલ ફાઉન્ડેશન ના સવૅ સભ્યો, ફાઉન્ડેશન ના તમામ પાયાના કાયૅકર ટીમના સદસ્યો તથા દાહોદ ના અગ્રગણ્ય વ્યક્તિઓ એ આ કાયૅની નોંધ લઈ સદર કાયૅમા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
