Sunday, 08/09/2024
Dark Mode

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દોડતી ગાડી આગની લપટોમાં ભસ્મીભૂત…

June 4, 2023
        258
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દોડતી ગાડી આગની લપટોમાં ભસ્મીભૂત…

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દોડતી ગાડી આગની લપટોમાં ભસ્મીભૂત…

લીમખેડા નજીક ટાટા સફારી ભડ ભડ કરીને સળગી:આગનો કારણ અકબંધ:ગાડીમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ…

 દેવગઢબારિયા ફાયર બ્રિગેડના જવાનોએ આગ આગ ઓલવી.

લીમખેડા તા.૦૪

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લીમખેડા બાયપાસ વિજય હોટલ નજીક હાઇવે પર દોડતી ફોર વ્હીલ ગાડીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. કોઈક કઈ સમજે તે પહેલા જ આગે જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતુ. જોકે આ પહેલા ગાડીમાં સવાર ચાલક સહીત અન્ય વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ રેહવા પામ્યું છે. ત્યારે ઘટના સ્થળે પહોંચેલા દેવગઢબારિયા ફાયર બ્રિગેડના જવાનોએ આગને ઓલવી દીધી હતી.તો બનાવના પગલે ધટના સ્થળે લોકો ઉમટી આવ્યાં હતાં.

 

દાહોદ જિલ્લાના લીમખેડામાંથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વિજય હોટલ લીમખેડા બાઇપાસ પર સડસડાટ દોડતી ટાટા સફારી ફોરવીલર ગાડીમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી. જોકે ચાલક તેમજ ગાડીમાં સવાર અન્ય વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી ટાટા સફારી ગાડીમાંથી બહાર નીકળી જતા ચાલક સહીત અંદર બેસેલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘટા સ્થળે પહોંચેલા અગ્નિશામક દળના લાસ્કરોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી.જોકે ત્યાં સુધીમાં આગના બનાવમાં ટાટા સફારી ગાડી સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ જવા પામી હતી.જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી આગના બનાવનું સાચું કારણ બહાર આવ્યું નથી.તો સાથે સાથે આ આગના બનાવની કોઈપણ પ્રકારની ફરિયાદ સરકારી ચોપડે નોંધાવા પામી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!