
સંજેલી નગરમાં ઠેર ઠેર નવીન આરસીસી રસ્તાની બાજુમાં પાણી ભરાતા અનેક સવાલો.
સંજેલી નગરમાં વહેલી સવારથી ધીમે-ધારે પવનના સુસવાટા વીજળીના કડાકા સાથે મેહુલિયો વરસ્યો.
સંજેલી તાલુકામાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી લોકોને ગરમીથી રાહત.
સંજેલી તા.૦૪
સંજેલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા ધીમીધારે પવનના સુસ્વાટા સાથે વરસાદ વરસ્યો માત્ર સામાન્ય વરસાદમાં જ સંજેલી નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા અગાઉ પણ સામાન્ય વરસાદ પડતા દુકાન આગળ જ અનેક જગ્યાએ પાણી ભરાયા ના દ્રશ્ય સામે આવ્યા હતા ત્યારબાદ આજ વહેલી સવારે સંજેલી નગરમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા કરોડો રૂપિયા નો ખર્ચ નવીન રોડ ગટર માટે ફાળવવામાં આવ્યા છતાં રોડ બનાવી ગટર બનાવ્યા વગર છોડી દેતા અનેક દુકાનો આગળ પાણી ભરાયા દ્રશ્ય સામે આવ્યા છે. સંજેલી નગરમાં નવીન આરસીસી રોડની સાથે ગટર પણ બનાવી દેવામાં આવે તેવી સંજેલી નગર વાસીઓ માંગ ઉઠવા પામી છે.