
યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરા વાસીઓ માટે પડતા ઉપર પાટુ:કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં પુનો એક વખત ભંગાણ સર્જાતા પાણીની સમસ્યા ઊભી થવાની આશંકા..*
*બાવાની હથોડ ગામે પાઈપ લાઈન ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો બગાડ..*
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના બાવાના હથોડ ગામેથી કડાણા થી દાહોદ જતી પાણીની પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપ લાઇનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાયું છે.જેના પગલે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.હાલતો આ પાઇપ લાઇનમાં થયેલા આ ભંગાણને રીપેર કરીને પાણીનો વેડફાટ બંધ કરવામાં આવ્યો નથી.ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈને આ ભંગાણને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને આ પાણીનો વેડફાટ થતો અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કડાણા જળાશે આધારિત પાઇપલાઇનમાં અવારનવાર ભંગાણ સર્જાય છે જેના પગલે દાહોદ શહેરમાં એક એક અઠવાડિયા સુધી પાણી સપ્લાય બંધ રહેતા પાણી માટે સ્માર્ટ સિટી દાહોદના શહેરીજનો ઉનાળાની સિઝનમાં વલખા મારતા જોવા મળે છે ત્યારે આવી પરિસ્થિતિમાં કડાણા ની મેન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય તો તે રાહુલ વાસીઓ માટે પડતા ઉપર પાટુ જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેમ કહેવામાં કોઈ બે મત નથી.