ગરબાડાના દાદુર ગામે નર્મદા હાફેશ્વર આધારિત મેન પાણીની પાઇપ લાઇનમાં ભગાણ સર્જાતા પાણીનો વેડફાટ… પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડાના દાદુર ગામે નર્મદા હાફેશ્વર આધારિત મેન પાણીની પાઇપ લાઇનમાં ભગાણ સર્જાતા પાણીનો વેડફાટ…

પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય 

ગરબાડા તા.21

ગરબાડા તાલુકાના દાદુર ગામ ખાતે દિવ્ય જ્યોત શાળાની સામે ગાંગરડી આવતા રોડ ઉપર નર્મદાના પાણીની હાફેશ્વર યોજનાની મેઈન પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે પાઇપ લાઇનમાંથી હજારો લીટર પાણીનો બગાડ જોવા મળ્યો હતો.પાઇપલાઇનમાં ભંગાણ થવાની જાણ તંત્રને કરાતા તંત્ર દ્વારા આ બાબતે પગલાં લેવાની તજ વીજ હાથ ધરવામાં આવી હતી. તો અગાઉ પણ આ જગ્યા ઉપર પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.જે સંલગ્ન વિભાગ દ્વારા તેનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખની છે કે ભર ઉનાળામાં એક તરફ દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબદારોની નિષ્કાળજીના પગલે અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. જોકે હાલ પાણીની સમસ્યા ઉદ્ભવતા ગરબાડા સહિતના આસપાસના વિસ્તારમાં ઉનાળાની ઋતુ દરમિયાન કોઈ ખાસ વાવણી કરવામાં આવી નથી.જોકે હાફેશ્વર યોજનાની આસપાસના ખેતરોમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હોત તો ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચતું ત્યારે હાલ તો સંબંધિત વિભાગ દ્વારા ખાંડની પાઇપ લાઇનમાં સર્જાયેલા ભંગાણને રીપેર કરવાની કામગીરીમાં જોડાયા છે.

Share This Article