
બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના બે યુવાને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનાર બે આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ*
એમ.એસ યુનિવર્સિટી વડોદરામાં નોકરી અપાવવાના બહાને ચાર ધુતારાઓએ રૂપિયા 16.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.12
ફતેપુરા તાલુકાના ભોજેલા તથા કંકાસિયાના યુવાનોને એમ.એસ. યુનિવર્સિટી વડોદરા ખાતે સિક્યુરિટી તથા ક્લાર્કની નોકરી અપાવવાના બહાના હેઠળ એક ફતેપુરા તાલુકાના તથા એક ઝાલોદ તાલુકાના ઈસમ સહિત વડોદરાના બે ઈસમોએ સાડા સોળ લાખ રૂપિયાની છેતરપિંડી કરતા સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી ટ્રાન્સફર વોરંટથી સુખસર પોલીસ સ્ટેશનમાં લવાતા આજરોજ ફતેપુરા કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના દિનેશભાઈ દિતાભાઈ ચારેલને લખણપુરના વતની વિનોદભાઈ વીરકાભાઈ ચારેલ રહે. લખણપુર,તા.ફતેપુરા નાઓ તથા તેના જમાઈ મનીષ સકજી કટારા રહે.મોટીહાંડી,ઝાલોદ તાલુકાના સહિત વડોદરાના રાહુલ જગદીશ પટેલ તથા શૈલેષ નાનજી સોલંકી નાઓના મેળાપીપણાથી એમ.એસ યુનિવર્સિટી વડોદરા ખાતે સિક્યુરિટી તથા ક્લાર્કમાં નોકરી અપાવવાના બહાને 16.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ દીતાભાઈ ચારેલ રહે ભોજલાના ઓએ ફરિયાદ આપતા કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે સુખસર પોલીસ દ્વારા શૈલેષ સોલંકી,રાહુલ પટેલ,મનીષ કટારા તથા વિનોદ ચારેલ ની વિરુદ્ધમાં ગુનો દાખલ થયા બાદ આ ગુનામાં પકડાયેલ વિનોદ ચારેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.જ્યારે સુખસર પોલીસે શૈલેષ સોલંકી અને રાહુલ પટેલની ટ્રાન્સફર વોરંટી થી ધરપકકર કરી હતી.અને આ ગુનાની વધુ પૂછપરછ માટે આજરોજ ફતેપુરા કોર્ટમાં હાજર કરતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.