
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ધાણીખુટ ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ દ્વારા પૌષ્ટિક આહાર વિષે ખેડૂત શિબિર કાર્યક્રમ યોજાયો.*
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઘણી ખુદ ખાતે 245 જેટલા ખેડૂતોએ પાક સંરક્ષણની માહિતી મેળવી.
હલકા ધાન્ય પાકો જેવાકે (શ્રીઅન્ન) બાવટો(નાગલી) ,કોદરા,કાંગ,વરી, જુવાર,બાજરી જેવા પાકો વિશે ખેડૂતોને માહિતગાર કરાયા.
કૃષિ સંશોધન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાના ધાણીખુટ ગામે પૌષ્ટિક આહાર શ્રી અન્નની ઉપયોગીતા વિષય ઉપર આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી.કથીરિયાના ઓના માર્ગદર્શન હેઠળ જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને હલકુ ધાન્ય એ ખૂબ જ જૂનું ધાન છે,જે આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે.અને તેની ખેતી કરીને આપણે ખોરાકમાં લઈશું તો અવનવા રોગો સામે રક્ષણ પણ મળેશે.વધુમાં કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડૉ.આર.જી.મછાર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષ- 2023 ની ઉજવણી થઈ રહી છે ત્યારે આ હલકા ધાન્ય પાકો શ્રી અન્ન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરતા જણાવ્યું હતું કે, આ પાકોને આપણે માનવ આહાર તરીકે આપણે આરોગવાના છે.અને બદલાતા વાતાવરણ,પાણીની અછત અને જમીનની તંદુરસ્તીની જાળવણી સાથે હલકા ધાન્ય પાકો જેવા કે,બાવટો(નાગલી)કોદરા,કાંગ,વરી, બંટી,જુવાર,બાજરી જેવા પાકોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આપણા માનવ આહારમાં પાછા લેવાના છે તેમ જણાવ્યું હતું.કે.વી.કે દાહોદના વૈજ્ઞાનિકોમાં ડૉ.જી.કે.ભાભોર દ્વારા શ્રી શ્રીઅન્નની બહોળી પ્રચાર સારું સમસ્તરીય ફેલાવો કરવા પ્રાકૃતિક ખેતી થી શ્રી અન્નનો વૈજ્ઞાનિક ખેતી થી પાક ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.વધુમાં ડૉ. એસ.એ. ચૌહાણ અને શ્રી આરીફ ભાઈ શેખ દ્વારા ઘાણીખુટ ગામના 245 જેટલા ખેડૂત ભાઈઓને પાક સંરક્ષણની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.