ગરબાડા તાલુકાના પાંદડી ગામે જૂનું મકાન ધરાશાયી:સદનસીબે જાનહાની ટળી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના પાંદડી ગામે જૂનું મકાન ધરાશાયી:સદનસીબે જાનહાની ટળી

મકાનમાં રહેલા ૫ માણસો તેમજ ઘરમાં બાધેલા ઢોર ઢાકર દબાતા આબાદ બચાવ..

ગરબાડા તા.16

ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે માળ ફળિયામાં એક જૂનું મકાન ધારાસય થતા જાનહાની ટળી હતી મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે માળ ફળિયામાં રહેતા ડામોર કાંતિભાઈ સેતાભાઇ જૂનું મકાન એકા એક ધરાશાય થતા ઘરની અંદર રહેલા પરિવારના ૫ જેટલા માણસો તેમજ ઢોરઢાકર દબાઈ ગયા હતા મકાન પડતા આજુ બાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને દબાઈ ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. મકાન ધરાસય થવાની જાણ તલાટી તેમજ સરપંચને કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચીને આ સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article