
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ગવા ડુંગરા ગામના સરપંચને ફ્રોડ લોન એપ્લિકેશન દ્વારા છેલ્લા 2 દિવસથી માનસિક ત્રાસ આપતાં સરપંચની પોલીસમાં રાવ…
*સરપંચે સુખસર પોલીસની માંગી મદદ:સુખસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને તપાસ હાથ ધરી.*
ફતેપુરા તા.09
ફતેપુરા તાલુકાના ગવાડુંગરા ગામના મકવાણા દિનેશભાઈ સુભાષભાઈ ગવા ડુંગરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે.તેઓને છેલ્લા બે દિવસથી એક ફ્રોડ લોન એપ્લિકેશન દ્વારા અલગ અલગ નંબરોથી ફોન કરીને તેમની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે તમે લીધેલી લોન તાત્કાલિક ભરો.જ્યારે સરપંચે આવી કોઈ લોન લીધી જ ન હોવાનું જણાવ્યું છે.આ ફ્રોડ લોન એપ્લિકેશનના અધિકારીઓ કે આ ફોન કરનાર વ્યક્તિઓ સરપંચ સાથે ખૂબ જ ખરાબ રીતે અવદ્ર ભાષામાં વાત કરે છે. અને સરપંચ ના મોબાઈલ માં સેવ મોબાઇલ નંબર ઉપર કોલ કરીને તેમજ મલ્ટીમીડિયા મેસેજો કરીને આ સરપંચને સમાજમાં બદનામ કરે છે.આ ફ્રોડ લોન એપ્લિકેશનના માનસિક ત્રાસથી કંટાળીને સરપંચે સુખસર પોલીસની મદદ માંગી છે.જોકે સુખસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક તપાસ હાથ ધરી છે