
ડીજે સંચાલકો વિરુદ્ધ પોલીસની લાલ આંખ: ડીજે સંચાલકોમાં ફફડાટ..
દાહોદ પોલીસે ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા પાંચ ડીજે જપ્ત કરી સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી…
દાહોદ પોલીસે મુવાલિયા સ્મશાનરોડ સહીતની જગ 24 કલાક દરમિયાન જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા 5 ડીજે જપ્ત કર્યા
દાહોદ તા.21
દાહોદ જિલ્લામાં હાલમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિધાર્થીઓને કોઈ પણ જાતની ધ્વનિ પ્રદુષણની ખલેલ ના પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરમાં ડીજે વગાડવા ઉપર ધ્વનિ પ્રદુષનની ગાઇડલાઇન અનુસાર ડિસેબલ નિયત કરેલા વોલ્યુમમાં રાખવા તેમજ રાત્રીના 10 વાગ્યાં પછી ડીજે વગાડવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ દાહોદ ભીલ સમાજ સુધારણા મંડળ દ્રારા પણ લગ્ન પ્રસંગમાં થતી ડીજે પ્રવૃર્તિ બંધ કરવા માટે રજુઆત કરાઈ હતી તે અનુસંધાને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અને જાહેરનામાનો ભંગ થતા હોય તેવા ડીજે સંચાલકો સામે પોલીસને ગુનાઓ નોંધવા માટે સૂચનાઓ અપાય હતી તેને લઈને તારીખ 19 માર્ચથી તારીખ 20 માર્ચ સુધી દાહોદ તાલુકા પોલીસે ચાર અને એ ડિવિઝન ટાઉન પોલીસે એક મળી કુલ પાંચ ગુનાઓ 24 કલાક દરમિયાન રાત્રીના સમયે ડીજે વગાડી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાતો હોવાના ગુનાઓ નોંધી ડીજે સંચાલકોની અટકાયતો કરી કાનૂની પગલા લેવામાં આવી રહ્યા છે જેમાં તાલુકા પોલીસે બે મુવાલિયા ગામ એક ખરેડી અને એક કાળી તળાઈ માંથી મળી કુલ ચાર ડીજે અને એ ડિવિઝન ટાઉન પોલીસે સ્મશાન રોડ નસીરપુર ગામના પાછળના ભાગેથી એક ડીજે રાત્રીના સમયે વગાડતા પાંચેય ડીજે સંચાલકોની રૂરલ અને ટાઉન પોલીસે અટકાયત કરી તેમના ડીજે જપ્ત કરી પાંચેય લોકો સામે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના જાહેરનામાનો ભંગ અંતર્ગત ગુનાઓ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી..