Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં પોલીસ તેમજ બોગસ પત્રકારોના સ્વાંગમાં લોકો પાસે પૈસા પડાવતી ઠગ ટોળકી પોલીસના હાથે ઝડપાઈ

February 8, 2023
        1219
દાહોદ જિલ્લામાં પોલીસ તેમજ બોગસ પત્રકારોના સ્વાંગમાં લોકો પાસે પૈસા પડાવતી ઠગ ટોળકી પોલીસના હાથે ઝડપાઈ

પોલીસ તેમજ બોગસ પત્રકારોના સ્વાંગમાં લોકો પાસે પૈસા પડાવતા ઠગ પોલીસના હાથે ઝડપાયા..

ઠગ ટોળકીએ SOG પી. આઈ. પીએસઆઇ તેમજ પત્રકારની ઓળખ આપી 1.05 લાખ પડાવ્યા…

પોલીસે છ જણા પૈકી ત્રણને બોલરો ગાડી સાથે ઝડપ્યા..

ઠગ ટોળકીએ દેવગઢ બારીયાના ગુણા ગામે ખેડૂતને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા.

પીઆઇ, પીએસઆઇ તેમજ પત્રકાર તરીકે વટ પાડવા બોલરો ગાડીનું ભાડુ ચૂકવ્યું..

ઠગ ટોળકીના પકડાયેલા પૈકી એકે ભૂતકાળમાં 59 સામે ધાડની બોગસ ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ તા.08

દાહોદ જિલ્લામાં પોલીસ તેમજ પત્રકાર તરીકેની ઓળખ આપી દેવગઢબારિયા તાલુકાના પીપલોદ નજીક છ ભેજાબાજોની ઠગ ટોળકીએ ખેડૂતને ડરાવી ધમકાવી એક લાખ ઉપરાંતની રકમ ખંખેરી લીધા હતા. જે બનાવ પોલીસના ધ્યાનમાં આવતા દાહોદ LCB પોલીસે ઠગ ટોળકી પૈકીના ત્રણ ભેજાબાજોને બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા નજીક ગામે હાઇવે પરથી ઝડપી લીધા હતા. જે બાદ પકડાયેલા બોગસ પત્રકારો તેમજ પીઆઇ-પીએસઆઇ એ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન સિલસિલા બંધ કબુલાત કરી હતી..જેમાં નરેશ જુવાનસિંહ તડવી. રહે. ચીલાકોટા. તા. લીમખેડા એ પોતાના પુત્ર ૨)- બાબુ જીમાલ મોહનિયા. રહે. વાંકિયા. તા. જી. દાહોદ. – ૩)રમેશ

 

મગન દહમાં. રહે. કાળીયાવડ. તા. ધાનપુર. -તેમજ અન્ય ત્રણ મળી કુલ છ ભેજાબાજોની ટોળકી GJ–06-FK-3463 નંબરની બોલરો ગાડી લઇ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ નજીક ગુણા ગામના એક ખેડૂતના ત્યાં પહોંચ્યા હતા. અને પોતે એસ.ઓ.જી પીઆઇ-પીએસઆઇ, તેમજ પત્રકારો તરીકે ઓળખ આપી ઘરની પાછળ આવેલા ખેતરમાં ઘૂસી ગયા હતા અને ત્યાં ખેતરના ફોટો પાડી વિડીયો શુટીંગ કરી અને ખેતરના માલિકને ડરાવી ધમકાવી ખેતરમાં બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારી ઉપર ગુનાઓ દાખલ થશે તેમજ પેપરમાં અને ટીવીમાં તમારા ફોટાઓ આવશે તમારા નામો પણ પેપરમાં અને ટીવીમાં આવશે એવી ધાક ધમકીઓ આપી 1.05 લાખ રૂપિયા બળજબરી પૂર્વક પડાવી લીધા હતા.જે બાદ ખેડૂતે આ ઠગ ટોળકી વિરુદ્ધ પીપલોદ પોલીસ વખતે ફરિયાદ નોંધાવી હતી. એ અરસામાં દાહોદ એલસીબી પોલીસના પીઆઇ રાજેશ કાનમીયાને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા નજીક ચાલત ગામે હાઇવે પર વોચ રાખીને ઉભા રહ્યા હતા તે સમયે આ ઠગ ટોળકી પૈકીના બાબુ મોહનિયા,નરેશભાઈ જુવાનસિંગ તડવી તેમજ રમેશભાઈ મગનભાઈ દહમાને બોલરો ગાડી સાથે ઝડપી લીધા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!