
રિપોર્ટર :- રાજેશ વસાવે, ઈરફાન મકરાણી, ગૌરવ પટેલ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર અને ગરબાડામાંથી એમજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ
દાહોદ વીજ કર્મીની ટીમોએ ઝડપી કાર્યવાહી કરી..
દાહોદ તા.05
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર અને ગરબાડા તાલુકાઓમાં દાહોદ ડિવિઝન અને વિજિલન્સની ટીમ દ્વારા વીજ ચોરીની ઘટનાઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર અને ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એમજીવીસીએલના ડિવિઝનની 13 અને વિજિલન્સની છ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું ડિવિઝનની ટીમો દ્વારા ત્રણ તાલુકાના વિવિધ ગામોમાં 367 જ્યારે વિજિલન્સની ટીમે 131 મળીને કુલ 498 ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે ત્રણ તાલુકાઓમાં કુલ 108 ઘરોમાં વિવિધ પ્રકારે વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું અને ડિવિઝનની ટીમો દ્વારા ૮૨ જ્યારે વિજિલન્સ ની ટીમો દ્વારા 26 સ્થળઓએથી વીજ ચોરી ઝડપી પાડી હતી અને વીજ ચોરી કરનારા લોકો પાસેથી 12 લાખ 95 હજાર રૂપિયાના દંડની વસુલાત કરી કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને વીજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો.