જીગ્નેશ બારીયા :- દાહોદ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે દાહોદમાં નવા ૨૦ યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા
પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જિલ્લામાં લોકોએ ઘરે રહીને યોગ કર્યા
દાહોદ, તા. ૨૧
#Paid pramotion
Contact us :- sunrise public school
આંતરાષ્ટ્રીય યોગ દિવસે રાજયમાં નવા તૈયાર થયેલા યોગ કોચ-ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. દાહોદથી મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર પણ આ ઓનલાઇન કાર્યક્રમમાં જિલ્લા સેવા સદનથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાના નવા ૨૦ યોગ કોચને પ્રમાણપત્ર આપી યોગનો યોગ્ય પ્રસાર કરવા શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી ખાબડ અને સાંસદ શ્રી ભાભોરએ કલેક્ટર શ્રી વિજય ખરાડીની જામનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે બદલી-બઢતી થતા શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રી શ્રી ખાબડએ આ પ્રસંગે જણાવ્યું કે, યોગએ શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિએ યોગ શીખીને તેને લાભ લેવા જોઇએ. આ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયવ્યાપી અભિયાન શરૂ કર્યું છે અને હજારો નવા યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. આપણા દાહોદમાં પણ નવા યોગ કોચ લોકોને યોગને તાલીમ આપે અને યોગથી થતા લાભોને લોકો સુધી પહોંચતા કરે એ આ કોરોનાકાળમાં જરૂરી છે.
સાંસદ શ્રી ભાભોરએ જણાવ્યું કે, નવા યોગકોચ આપણા જિલ્લામાં ખૂબ સરસ કામગીરી કરીને જનજન સુધી યોગનો પ્રકાશ ફેલાવશે એવી મારી શુભેચ્છાઓ. સૌ યોગ કોચ લોકોને યોગના લાભો સમજાવી યોગ કરતા કરે. આજના દિવસે યોગને જનજન સુધી પહોંચતો કરવાનો સંકલ્પ લઇ લે.
આજના કાર્યક્રમ બાદ મંત્રી શ્રી ખાબડ અને સાંસદ શ્રી ભાભોરએ કલેક્ટર શ્રી ખરાડીની જામનગર ખાતે મહાનગર પાલિકાના કમિશનર તરીકે બદલી-બઢતી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લામાં તેમણે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને આદિવાસી પરંપરા મુજબ ભોરિંયુ અને શાલ પહેરાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના યોગ દિવસે જિલ્લામાં પણ ઘરે ઘરે લોકોએ સવારમાં વહેલા ઉઠીને યોગ કર્યા હતા અને યોગથી થતા વિવિધ લાભ મેળવવા નિયમિત યોગ કરવાનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિત યોગ કોચ-ટ્રેનરો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦
આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ફતેપુરા કોર્ટમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવવામાં આવ્યો
યોગા નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ યોગા યોગ શિબિર યોજાઈ
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તા.21
ફતેપુરા પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નામ.ગુજરાત હાઇકોર્ટ તથા નામ.ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના વડપણ હેઠળ આંતરરાષ્ટ્રીય સાતમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારશ્રીના યોગ ટ્રેનર કુ.શારદાબેન પારગી દ્વારા જુદા જુદા યોગાસનો કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટના ન્યાયાધીશ શ્રી એ.એ.દવે સાહેબ તથા સાહેબશ્રીના પર્સનલ આસિસ્ટન્ટ શ્રી એમ.એલ.પરમાર તથા કોર્ટના રજિસ્ટ્રાર શ્રી તથા કોર્ટ સ્ટાફ અને પીએલવી તથા ફતેપુરા બાર એસોસિએશનના વકીલશ્રીનાઓએ ભાગ લીધો હતો અને સંપૂર્ણ શિબિરનું આયોજન પીએલએસએ.ના સેક્રેટરી શ્રી ડી.બી.સોલંકી અને શ્રી ચિરાગ પારગી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઝાલોદ તાલુકામાં યોગ દિવસની ઉજવણી કરાઈ
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર તેમજ ઉપપ્રમુખ અનિતા બેન મછાર દ્વારા વાંકોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો તેમજ ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વૃક્ષો રોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો આમ ઉપસ્થિત ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર તેમજ ઉપપ્રમુખ અનિતા બેન મછાર તેમજ જેસીંગ ભાઈ વસૈયા, ડુંગરી બંટી ભાઈ, સમુ ભાઈ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સંતરામપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો
ઈલિયાસ શેખ :- સંતરામપુર
આજ રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, સંતરામપુર દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં કરવામાં આવ્યો. આપણી પ્રાચીન પરંપરાને ઉજાગર કરવાના ઉમદા અભિગમ સાથે તન અને મનની શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અસરકારક એવા યોગના વિવિધ આસનો કર્યા, ત્યારે મન પ્રફુલ્લિત થયું.
આ પ્રસંગે સંતરામપુર ના ના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર જીલ્લા એસી મોરચાના પ્રમુખ દીપકભાઈ ચાવડા તાલાકા મંડળના પ્રમુખ બંળવતભાઈ પટેલીયા સંતરામપુર નગર મંડળના પ્રમુખ સંદિપભાઈ મહા મંત્રી નિતીનભાઇ રાણા નગરપાલિકાના કોર્પોરેટર સંદીપભાઈ પરમાર સોશિયલ મીડિયાના જીગ્નેશભાઈ ,નિરવભાઈ યુવા મોરચાના મિત્રો કેવલ ભાઈ રાઠોડ કલ્પેશ પ્રજાપતિ પ્રફુલભાઈ ડામોર કાર્યકતા ઉપસ્થિત રહયા.