Tuesday, 22/10/2024
Dark Mode

દાહોદ નજીક મધ્ય પ્રદેશથી વિદેશી દારૂ લાવતા બે ખેપિયાઓ ઝડપાયા..

January 2, 2023
        664
દાહોદ નજીક મધ્ય પ્રદેશથી વિદેશી દારૂ લાવતા બે ખેપિયાઓ ઝડપાયા..

દાહોદ નજીક મધ્ય પ્રદેશથી વિદેશી દારૂ લાવતા બે ખેપિયાઓ ઝડપાયા..

દાહોદ એલસીબી પોલીસનો સપાટો ગામેથી:મધ્ય પ્રદેશથી દારૂ લાવી રહેલા બે ખેપીયાઓની અટક કરી જેલભેગા કર્યા 

દાહોદ તા.02

દાહોદ એલ.સી.બી. પોલિસે દાહોદ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાતે પેટ્રોલીંગ દરમ્યાન મધ્યપ્રદેશના પિટોલથી વિદેશી દારૂ મોટર સાયક્લ પર લઈને આવતાં બે ખેપીયાને દાહોદ તાલુકાના ડુંગરપુર તરફ જવાના રસ્તા પાસે ઇંટોના ભઠ્ઠા પાસે રોડ પરથી ઝડપી પાડી રૂ. ૨૫ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ તથા મોટર સાયકલ મળી રૂા. ૪૫,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ રાતના સાડાનવ વાગ્યાના સુમારે દાહોદ એલસીબી પોલિસે દાહોદ તાલુકા પોલિસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અંગેના પેડ ફળીયાના પિંકલભાઈ ભુરાભાઈ ખેડા તથા રાહુલભાઈ છન્નુભાઈ ગણાવા તેઓના બન્ને Gj-૨૦-BB-૫૬૯૯ નંબરની સુઝુકી કંપનીની એવનીસ મોટર સાયકલ ઉપર મધ્ય પ્રદેશના પિટોલ ખાતેના ઘરૂના ઠેકા પરથી ભારતીય બનાવટના રૂપિયા ૨૫,૨૦૦નીકિંમતના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ લઈને દાહોદ તરફ આવી રહ્યા હતા.ત્યારે રસ્તામાં દાહોદ એલસીબી પોલિસે ડુંગરપુર તરફ જવાના રસ્તા પાસે ઈંટોના ભટ્ટા પાસે રોડ પરથી બન્ને ખેપિયાઓને ૨૫,૨૦૦નો દારૂ તથા રૂા. ૨૦,૦૦૦ની કિંમતની મોટર સાયક્લ મળી રૂ. ૪૫,૨૦૦નો મુદ્દમાલ સાથે ઝડપી દાહોદ તાલુકા પોલિસને સોંપતા તાલુકા પોલીસે બન્ને ખેપિયાઓ તેમજ દારૂના ઠેકાવાળા સહીત ત્રણ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!