દાહોદ નજીક બાંસવાડા હાઇવે ઉપર સામાન ભરેલું કન્ટેનર પલ્ટી માર્યું:ચાલક ઈજાગ્રસ્ત…

Editor Dahod Live
1 Min Read

દાહોદ નજીક બાંસવાડા હાઇવે ઉપર સામાન ભરેલું કન્ટેનર પલ્ટી માર્યું:ચાલક ઈજાગ્રસ્ત…

ઝાલોદ તરફથી પૂર ઝડપે આવતા કન્ટેનર ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત..

દાહોદ તા.23

આજરોજ તારીખ 2210 2022 ને શનિવાર ના રોજ સવારના 11 વાગ્યાના સમય ગાળા દરમિયાન રાજસ્થાન તરફથી આવતું સામાન ભરેલું એક કન્ટેનર જેનો નંબર છે RJ 06 GC 5381 નંબરનું સામાન ભરેલું કન્ટેનર રાજસ્થાન તરફથી ગોધરા તરફ જઈ રહ્યું હતું ત્યારે પૂરઝડપ અને ગફલત ભરી રીતે હંકારીને લાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેરના ચાલકે રોડની સાઈટમાં નાળામાં પલ્ટી ખવડાવી દેતા કન્ટેનર રોડની સાઈટના નાળામાં ઉતરી જતા ટેન્કરમાં મોટા પાયે નુકશાન થયું હતું જોકે તેના ચાલકને પગના ભાગે નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી ત્યારે તેને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલ્યો હતો અને આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની જાણકારી મેળવી જાણવા જોગ નોંધી હતી..

Share This Article