Friday, 19/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના જેકોટ પાસે હાઇવે પર કપાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાના બનાવમાં ટ્રક ચાલક ફરાર…

October 17, 2022
        3383
દાહોદ તાલુકાના જેકોટ પાસે  હાઇવે પર કપાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાના બનાવમાં ટ્રક ચાલક ફરાર…

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના જેકોટ પાસે હાઇવે પર કપાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાના બનાવમાં ટ્રક ચાલક ફરાર…

 

 

દાહોદ તા.17

 

દાહોદ તાલુકાના જેકોટ પાસે રોઝમ ગામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર કપાસ ભરેલી ચાલુ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. જાણવા મળ્યા અનુસાર ટ્રકનો ચાલક સળગતી ટ્રક મૂકી ઘટના સરળતાથી ફરાર થઈ ગયો હતો.

 

આજરોજવહેલી સવારે દાહોદના જેકોટ નજીક રોઝમ ગામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર ગોધરા તરફથી મધ્યપ્રદેશ જઇ રહેલી કપાસ ભરેલી ચાલુ ટ્રકમા આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનામાં ટ્રકમાં આગ લાગતા ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા સળગતી ટ્રકને જેકોટ હાઇવે ઉપર રોડની સાઈડમા બનાવેલ પિકઅપ સ્ટેન્ડમા ઘુસાડી, ટ્રકનો ચાલક સળગતી ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામા ટ્રકનો માલસામાન બળી ને ખાખ થઈ ગયો હતો. જ્યારે ઘટનામા કોઈ જાનહાની થવા પામી નથી. 

આ ઘટનાની જાણ દાહોદ ફાયર બ્રિગેડ ને કરતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને પાણીનો મારો ચલાવી ટ્રકમા લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!