Tuesday, 06/12/2022
Dark Mode

પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ પંચ પીપલીયા ટનલનું 128 વર્ષ બાદ રીનોવેશન કાર્ય શરૂ:દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર આગામી સમયમાં 160 થી 200 કિલોમીટરની પ્રતિ કલાકે તેમજ ડબલ ડેકર ગુડસ ટ્રેનો દોડશે..!!

October 9, 2022
        1242
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ પંચ પીપલીયા ટનલનું 128 વર્ષ બાદ રીનોવેશન કાર્ય શરૂ:દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર આગામી સમયમાં 160 થી 200 કિલોમીટરની પ્રતિ કલાકે તેમજ ડબલ ડેકર ગુડસ ટ્રેનો દોડશે..!!

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ પંચ પીપલીયા ટનલનું 128 વર્ષ બાદ રીનોવેશન કાર્ય પૂરજોશમાં..

 દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર આગામી સમયમાં 160 થી 200 કિલોમીટરની પ્રતિ કલાકે તેમજ ડબલ ડેકર ગુડસ ટ્રેનો દોડશે…

 પંચ પીપળીયા ટનલમાંથી અગામી સમયમાં ડબલ ડેકર ટ્રેનો બુલેટ ગતિએ પસાર થશે..

 પશ્ચિમ રેલવેમાં અતિ વ્યસ્ત ગણાતા દિલ્હી મુંબઈ રેલમાર્ગને ધમધમતો રાખી રીનોવેશન કાર્ય કરવા રેલવે તંત્રએ ભારે જહેમત ઉઠાવી.

તબક્કાવાર બે-બે કલાકનું બ્લોક લઇ ટનલનું કાર્ય પ્રગતિ પર:માલગાડીઓ બે કલાક મોડી, પેસેન્જર ટ્રેનો સમયસર સંચાલન 

દાહોદ તા.09

પશ્ચિમ રેલવે ના રતલામ મંડળમાં સમાવિષ્ટ રતલામ-ગોધરા સેક્શનમાં આવતી પંચ પીપલીયા ટનલનું 128 વર્ષ બાદ રેલવે તંત્ર દ્વારા રીનોવેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રેલવે તંત્ર દ્વારા લગભગ એક સદી જૂની આ રેલવે ટનલની પહોળાઈ તેમજ ઉંચાઈ વધારવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે આવનારા દિવસોમાં આ ટનલમાંથી 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ માલ ગાડીઓ, એકસપ્રેસ તેમજ વંદે ભારત જેવી સુપરફાસ્ટ ટ્રેનો બુલેટ ની ગતિ એથી પસાર થશે. તેમજ આ ટનલનું સમારકામ પૂર્ણ થયા બાદ દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર ડબલ ડેકર ગુડસ ટ્રેનો પણ ચલાવવાની રેલવે તંત્રની

યોજના છે. આગામી છ માસ દરમિયાન ચાલનારા આ રિનોવેશન કાર્ય દરમિયાન દિલ્હી મુંબઈ રેલ વ્યવહાર પર કોઈ અસર ન પડે તે માટે રેલવે તંત્ર થોડાક થોડાક સમયમાં બ્લોક લઈ રીનોવેશન કાર્ય કરી રહ્યું છે.

 પશ્ચિમ રેલવેનું સૌથી વ્યસ્ત ગણાતું દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર રેલવે તંત્ર ઘણી ખરી યોજનાઓ પર કાર્ય કરી રહ્યું છે જેમાં મુખ્યત્વે આ રેલ માર્ગ પર આગામી સમયમાં 160 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાની રેલવેની યોજના છે. જેમાં કેટલાય પરિબળો સામે આવતા રેલવે તંત્ર આ તમામ પરિબળોને દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં જ ગોધરા રતલામ સેક્શનમાં આવતી પંચ પીપલીયા ખાતે ડાઉન ટ્રેક પર આવેલી રેલવે ટનલનું રીનોવેશન કાર્ય રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા આગામી છ માસમાં રેલ્વે ટનલનો કાર્ય પૂર્ણ કરવાનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રેલવે કર્મીઓની ટીમ મોટા ડ્રિલિંગ, મશીનો, ટેકનિકલ સ્ટાફ સાથે હાલ કામ કરી રહ્યું છે. જેમાં હાલમાં બે બે કલાકનો બ્લોક લઇ રેલવે રીપેરીંગ વાન સાથે કામ કરી રહ્યું છે. જે કામ પૂર્ણ થયાં બાદ આ રેલમાર્ગ પરથી 160 થી 200 કિલોમીટરની મહત્તમ ગતિએ ટ્રેનો દોડાવવાની રેલવેની યોજના છે.

 

દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર 128 વર્ષ પહેલા નિર્માણ પામેલી ટનલનું રેલવે દ્વારા રીનોવેશન કાર્ય પૂરજોશમાં

દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર સ્થિત પંચ પીપલીયા ટનલ 1894 માં અંગ્રેજો દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. 275 મીટર લાંબી તેમજ પાંચ મીટર ઉંચાઈ ધરાવતી આ ટનલમાંથી હાલમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ટ્રેનો પસાર કરવામાં આવે છે.જેને ધ્યાને લઇ રેલવે તંત્ર દ્વારા હાલ ટનલને પહોળી અને ઉંચી કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં હાલમાં 5 ઉંચાઈ ધરાવતી આ ટનલને 6 મીટર ઉંચી કરવામાં આવશે સાથે સાથે તેની પહોળાઈ પણ ઉંચાઈ પ્રમાણે કરવામાં આવશે. છ માસમાં આ રિનોવેશન કાર્ય પૂર્ણ કરવાનું રેલવે તંત્રએ નક્કી કર્યું છે.

પંચ પીપલીયા ટનલમાંથી આગામી સમયમાં ડબલ ડેકર ટ્રેનો બુલેટ ગતીએ પસાર થશે

 ગોધરા- રતલામ સેક્શન અંતર્ગત આવતી પંચ પીપળીયા ટનલમાંથી હાલ 120 કિલોમીટરની ગતિએ ટ્રેનો પસાર કરવામાં આવે છે. જે અંતર્ગત રેલવે તંત્રએ બે મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં લઈ આ ટનલનું રીનોવેશન કાર્ય હાથ ધર્યું છે.જે અંતર્ગત રીનોવેશનનું કામ પૂર્ણ થયાં બાદ આ ટનલમાંથી 160 થી 200 કિલોમીટરની પ્રતિ ઝડપે વંદે ભારત જેવી સુપરફાસ્ટ, મેલ એક્સપ્રેસ ટ્રેનો પસાર કરવામાં આવશે. સાથે સાથે આ રેલમાર્ગ પર આગામી સમયમાં ડબલ ડેકર માલગાડી એટલે કે ગુડસ ટ્રેન દોડાવવાની રેલવે તંત્રની યોજના છે. ટનલની ઉંચાઈ અને પહોળાઈ વધાર્યા બાદ ઉપરોક્ત બન્ને બાબતો દૂર થઇ જશે…

ટનલના રીનોવેશન કાર્યમાં રેલવેની ઘણી ખરી કસોટીઓ: રેલમાર્ગને રાબેતા મુજબ ધમધમતો રાખવા રેલવે તબક્કાવાર કામમાં જોતરાયું..

 પંચ પીપળીયા ખાતે ટનલમાં હાલ મોટા જેસીબી,ડ્રિલિંગ મશીનો,તેમજ રેલવેની રીપેરીંગ વાન દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. ડાઉન ટ્રેક પર ચાલતા આ કાર્ય દરમિયાન અતિ વ્યસ્ત ગણાતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર અવર-જવર કરતી કોઈ ટ્રેનોને અસર ન થાય તે માટે રેલવે તંત્ર એ ખૂબ જ તકેદારીના પગલાં લીધા છે.જે અંતર્ગત તબક્કા વાર બે-બે કલાકના બ્લોક લઈ ટનલનું રીનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.આ રીનોવેશન કાર્યથી ગુડસ ટ્રેનો બે કલાક મોડા ચાલી રહી છે. પરંતુ યાત્રી ગાડીઓ સમયસર કાઢવામાં આવી રહી છે. જે માટે રેલવે તંત્ર ખૂબ જ મહેનત અને જહેમત ભર્યું કાર્ય કરી રહ્યું છે. રેલવેના મોટા જીસીબી તેમજ ડ્રિલિંગ મશીન ટનલ સુધી લાવવા માટે રેલવે તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખુ પહાડ કાપી એક રસ્તો બનાવી મોટા મશીનો ડ્રિલિંગ મશીન, જેસીબી જેવી મહાકાય મશીનો ટનલ સુધી પહોંચાડવામાં આવી છે.જેના લીધે ટનલના રિનોવેશન નું કાર્ય ઝડપથી થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!