Friday, 24/01/2025
Dark Mode

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ….એક જ ગામના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી ફાની દુનિયાને કરી અલવિદા:યુવતીના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થઇ જતાં પ્રેમીયુગલે જીવનનો અંત આણ્યો..

June 4, 2021
        1570
પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ….એક જ ગામના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી ફાની દુનિયાને કરી અલવિદા:યુવતીના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થઇ જતાં પ્રેમીયુગલે જીવનનો અંત આણ્યો..

જીગ્નેશ બારીયા :- દાહોદ/રાહુલ મહેતા :- દે.બારીયા

દે.બારીયા તાલુકાના અંતેલા ગામે પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ….

 એક જ ગામના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી ફાની દુનિયાને કરી અલવિદા

એક ગામના હોવાને કારણે લગ્ન શક્ય નહોતા

યુવતી ના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થઇ જતાં પ્રેમી યુગલે જીવનનો અંત આણ્યો

 ગ્રામજનોએ પ્રેમ સંબંધ નો અંત લાવવા પંચ પણ બોલાવ્યું હતું

યુવતી એક દિવસ પહેલા તેમજ યુવકે બીજા દિવસે આપઘાત કર્યો : ગામમાં અજંપાભરી શાંતિ : ઘટનાને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 

દાહોદ તા.૦૪

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ....એક જ ગામના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી ફાની દુનિયાને કરી અલવિદા:યુવતીના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થઇ જતાં પ્રેમીયુગલે જીવનનો અંત આણ્યો..

કાછડીયા ફળીયાના કૂવામાંથી યુવતીની લાશ બહાર કાઢયાની તસ્વીર 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક પ્રેમી પંખીડાએ ગામમાં આવેલ બે અલગ અળગ કુવામાં મોતની છલાંગ લાવી મોતને વ્હાલુ કરતાં બંન્ને પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. અહીં ચોંકાવનારી માહિતી એવી મળી છે કે, યુવતીએ એક દિવસ પહેલાં કુવામાં ભુસકો માર્યાે જ્યારે યુવકે તેના બીજા દિવસે તેજ કુવામાં મોતની છલાંગ લગાવી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, યુવક અને યુવતી વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ એકજ ગામના હોવાના કારણે લગ્ન થઈ શકે તેમ ન હોવાને કારણે અને અગાઉ આ મામલે પંચ ભેગુ કરી મામલાનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ યુવતીના લગ્ન અન્ય જગ્યાએ કરી દેવામાં આવ્યાં હતાં પરંતુ ક્યાંકને ક્યાંક યુવક અને યુવતી વચ્ચે ત્યાર બાદ પણ પોતાનો પ્રેમ ભુલાયો ન હોવાને કારણે અને એકબીજા વગર રહી ન શકવાના કારણે છેલ્લો રસ્તો મોતનો હોવાનું વિચારી યુવક, યુવતીએ મોત વ્હાલુ કર્યું હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.

 યુવતીના લગ્નની જગ્યાએ નક્કી થતા આખરે બંને પ્રેમી જોડાએ ફાની દુનિયાને અલવિદા કહી કૂવો પુર્યો 

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ....એક જ ગામના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી ફાની દુનિયાને કરી અલવિદા:યુવતીના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થઇ જતાં પ્રેમીયુગલે જીવનનો અંત આણ્યો..

#Paid pramotion

Contact us :- sunrise public school 

ગત તા.૦૩ જુનના રોજ અંતેલા ગામે માળ ફળિયામાં રહેતાં મનહરભાઈ વાલસીંગભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આપવામાં આવેલ જાહેરાત મુજબ, પોતાને સંતાનમાં એક છોકરો અને બે છોકરીઓ છે જેમાં ૧૯ વર્ષીય મનીષાના લગ્ન ગઈ દિવાળીના આસપાસ ઉસરા ગામના એક યુવક સાથે સમાજના રિતી રિવાજ મુજબ કરવામાં આવ્યાં હતાં. ગત તા.૦૨ જુનના રોજ તેઓની દિકરી મનિષાબેન પોતાના પિયરમાં હતી તે સમયે રાત્રીના સમયે ઘરમાંથી એકલી બહાર નીકળી કાછલીયા ફળિયામાં આવેલ એક કુવામાં પડી ગઈ હોવાનું તેઓ માલુમ પડતાં અને આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાબડતોડ કુવા તરફ દોડી ગયાં હતાં અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ પહોંચી હતી. કુવામાંથી મૃતક મનીષાબેનની લાશ બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવી હતી.

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ....એક જ ગામના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી ફાની દુનિયાને કરી અલવિદા:યુવતીના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થઇ જતાં પ્રેમીયુગલે જીવનનો અંત આણ્યો..

ચણોઠ ફળિયાના કૂવામાંથી યુવકની લાશ મળી આવ્યાની તસવીર 

જ્યારે સામાપક્ષેથી યુવકના પિતા સુબકસિંગ રામસીંગભાઈ પટેલ (રહે.અંતેલા, માળુ ફળિયું, દેવગઢ બારીઆ, જિ.દાહોદ) દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આપવામાં આવે જાહેરાત પ્રમાણે, તેઓને સંતાનમાં બે છોકરા અને એક છોકરી છે જેમાં ૧૯ વર્ષીય જગદીશભાઈ પણ હતો. ગત તા.૦૩ જુનના રોજ સબુકસિંગ તથા તેમનો પરિવાર ઘરમાં જમી પરવારી ઉંઘી રહ્યો હતો તે સમયે ફળિયામાં રહેતાં કેટલાંક લોકો મોડી રાત્રે સુબકસિંગના ઘરે આવ્યાં હતાં. અને મનીષાબેનની લાશ કુવામાંથી મળી આવી છે તો તમારો છોકરો ઘરે છે કે નહીં? તે જુઓ, તેમ પુછતાં સુબકસિંગ તથા તેમના પરિવારજનોએ ઘરમાં જગદીશભાઈની શોધખોળ આદરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો અને ત્યારે ચણોઠા ફળિયામાં આવેલ કુવા તરફ તપાસ કરતાં જગદીશની લાશ કુવામાં મળી આવતાં ખળભળાટ મચી જવા પામી હતી.

એક જ ગામના હોવાથી ગ્રામજનો તેમજ પરિવારજનો સંમત ન થતાં બંને પ્રેમી યુગલે અંતિમ પગલું ભર્યું 

સ્થાનીકો પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત યુવક અને યુવતી વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમસંબંધ હતો પરંતુ એકજ ગામના હોવાને કારણે લગ્ન શક્ય ન હતાં. ગ્રામજનો અને પરિવારજનો સમંત ન હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ યુવતીના લગ્ન ગઈ દિવાળીના સમયગાળા દરમ્યાન કરી દેવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાર બાદ પણ યુવક, યુવતી વચ્ચે પ્રેમ સંબંધ યથાવત્‌ રહ્યો હતો અને એકબીજાથી અલગ થઈ જવાના દુઃખ સહન ન કરી શકવાને કારણે આ પગલું ઉઠાવ્યું હોવાનું પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

યુવતી એક દિવસ પહેલા તેમજ યુવકે બીજા દિવસે આપઘાત કર્યો : ગામમાં અજંપાભરી શાંતિ : ઘટનાને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેં પ્રેમી પંખીડાએ કુવામાં કૂદી આત્મહત્યા કરી લેતા એક તરફ ચકચાર મચી જવા પામી છે. ત્યારે બીજી તરફ ગામમાં અજંપાભરી શાંતિ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને પ્રેમી-પંખીડા પૈકી પ્રેમિકાએ ગઈકાલે કાછડીયા ફળિયાના કૂવામાં આપઘાત કર્યો હતો ત્યારે પ્રેમી યુવકે બીજા દિવસે ચણોઠા ફળિયા ના કૂવામાં કૂદી આપઘાત કર્યો હતો.


 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!