હર ઘર તિરંગા” યાત્રા સાંસદ શ્રીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે હજારો લોકોના ઉત્સાહ વચ્ચે યોજાઇ

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

 

હર ઘર તિરંગા” યાત્રા

સાંસદ શ્રીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે હજારો લોકોના ઉત્સાહ વચ્ચે યોજાઇ

લાંબી તિરંગા યાત્રા

આપણા દેશના અમૃતકાળ પ્રવેશ અવસરે આવી તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર

દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાઇ રહેલા “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે દાહોદ કેન્દ્રીય વિધાલય ખાતેથી બપોરે ૩ કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી હતી. 

સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર દાહોદ ખાતે યોજાયેલી આઠ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા દેશભક્તિસભર અનુરોધ કર્યો હતો. 

દાહોદ નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા કેન્દ્રીય વિધાલયથી નીકળી હતી ચન્દ્રશેખર આઝાદ ચોક, સૈફી હોસ્પિટલ, ભગવાન બિરસા મુંડા ચોક, માણેકચોક, નગરપાલિકા, સરદાર પટેલ ચોક, એપીએમસી, મંડાવ ચોકડી, ચાકલીયા ચોકડી, ડો. બાબા સાહેબ આંબેડકર ચોક, વિશ્રામ ગૃહ, સરસ્વતી સર્કલ, વિવેકાનંદ સર્કલ, બસ સ્ટેશન થઈને જિલ્લા સેવા સદન ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયુ .

 જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી અને જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી બલરામ મીણા એ નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા. 

તીરંગા યાત્રામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ માનભેર તિરંગો લહેરાવી દેશ ભક્તિના નારા લગાવ્યા હતા. આ સાથે મા ભારતીના જયઘોષથી સમગ્ર દાહોદ પંથક ગુંજી ઉઠ્યું હતું.

આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાધેલા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, સહિતના અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ તથા મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહયા હતા.

 

Share This Article