દેં.બારિયા:બેવડા હત્યાકાંડમાં આજીવન કારાવાસનો કેદી આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયો.
દાહોદ.તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે પિતા-પુત્રની બેવડી હત્યામાં સામેલ યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ યવકની ૧૦ દિવસની પેરોલ રજા મંજુર થતાં વડોદરાની મધ્યસ્થ જેલમાંથી મુક્ત કર્યા બાદ તે પરત ગયો ન હતો. ફરાર થઈ ગયેલા આ યુવક સામે જેલરે અંતે સાગટાળા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે રહેતા ૪૩ વર્ષીય પુનાભાઈ ગલાભાઈ બારીયા, તથા તેની નવ વર્ષીય પુત્રી નયનાબેન બારીયા તેમના ખેતરમાં બનાવેલી ઓરડીમાં રાત્રે ખાટલો ઢાળી મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે રાત્રીના સમયે તેમના જ ભારતભાઈ ધુળાભાઈ બારીયાએ પોતાના એક સાથીદાર સાથે મળીને અંગત અદાવતમાં મીઠી નીંદણ માણી રહેલા બાપ-દિકરી પર કુહાડીના ઘા ઝીંકીને બંનેને મોતને ઘાટ ઉતારી બંનેની લાશ કુવામાં ફેંકી દીધી હતી. જે અંગે લીમખેડા પોલિસે હત્યાનો ગુનો નોંધી ચાર્જશીટ બનાવી લીમખેડા કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી આ કેસ લીમખેડાની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને વર્ષ ૨૦૧૯માં ભારતભાઈ ધુળાભાઈ બારીયાને આજીવન કેદની સજા ફટકારી હતી અને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેનો પરિવાર આણંદ જિલ્લાના દાગજીપુરા ખાતે શિફ્ટ થઈ ગયો હતો.ભારતભાઈ ગલાભાઈ બારીયાએ હાઈકોર્ટમાં કરેલી અરજીના આધારે ૮મી સેપ્ટેમ્બર ૨૦૨૨ના હુકમથી અને ત્રણ ઓકટોમ્બરના રોજ તેની વડોદરા મધ્યસ્થ જેલમાંથી રજા મુક્ત કરાવ્યો હતો પરંતુ ૧૪ ઓક્ટોમ્બરે રજા પૂર્ણ થયા બાદ પણ તે જેલમાં પરત નહીં આવી ફરાર થઈ ગયો હતો તપાસ કરવા છતાં તેનો કોઈ જ પત્તો નહીં મળતાં અંતે વડોદરા મધ્યસ્થ જેલના જેલરે ભારતભાઈ ગલાભાઈ બારીયા સામે સાગટાળા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.