ઈરફાન મકરાણી :- દેં. બારીયા
ગુજરાત ખેલ મહાકુંભ 11 રાજ્યકક્ષાએ દે.બારીયાની એસઆર હાઈસ્કૂલ પ્રથમ નમ્બરે આવી ટ્રોફી તથા પાંચ લાખનુ ઇનામ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિતરણ કરાયું…
દેં.બારીયા તા.05
પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ ગેમ્સ ગુજરાત 2022 રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તમને 36 રાષ્ટ્રીય રમતો અને 11 ખેલ મહાકુંભના સમાપનના કર્ટેન રેઝર ઈવેન્ટ માટે – મુખ્ય અતિથિ અમિત શાહ (કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, સરકાર. ) ભારતના – અતિથિઓ અનુરાગ ઠાકુર( કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી. યુવા બાબતો અને રમતગમત,
ભારત સરકાર), મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત 4 સપ્ટેમ્બર 2022 | 6:30 PM EKA એરેના ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા, અમદાવાદ દ્વારા. ખેલ મહાકુંભ 11 રાજ્ય કક્ષાની રમતોની સ્પર્ધામાં એસ આર હાઇસ્કુલ ડી એલ એસ એસ સ્કૂલ દેવગઢ બારીયા જીલ્લો દાહોદ ની રાજ્યમાં પ્રથમ નંબર માટે શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરી 5 લાખ નો પુરસ્કાર અને ટ્રોફી બારીયા કેળવણીના ઉપપ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રીમંત મહારાજા તુષારસિંહ બાબા, જિલ્લા રમત વિકાસ અધિકારી પસાયા, એસઆર હાઇસ્કુલ ના ફિઝિકલ ડાયરેક્ટર એમ આઈ અરબ . ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાઓ ના હસ્તે ટ્રોફી અને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા સહીત દેવગઢબારીયા તાલુકા નુ નામ રાજ્ય માં પ્રથમ આવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને પૂર્વ રમત ગમત મંત્રી ઉર્વશીદેવી ( બાપુરાજ ) એ ખેલાડીઓ ની પ્રસંસા કરી હતી.