ઈરફાન મકરાણી :- દે. બારીયા
દે.બારીયાના જુના બારીયામાં ચાલતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસ ત્રાટકી:4 ખેલીઓ 46 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયા
પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન, એક મોટર સાઇકલ, રોકડ રકમ સહીતનો મુદામાલ કબ્જે કર્યો
દે. બારીયા તા.22
દેવગઢ બારીયા તાલુકાના જુના બારીયામાં ચાલતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસે ઓચિંતો છાપો મારી 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસે દરોડા દરમિયાન મોબાઈલ ફોન, મોટર સાઇકલ તેમજ રોકડ રકમ મળી 46,285 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દેવગઢબારિયા તાલુકાના જુના બારિયા હવેલી ફળિયા ના રહેવાસી (1)શંકરલાલ શાંતિલાલ બારીયા, (2)ગણપતભાઈ ગુલાબભાઈ ડીંડોર કુંદાવાડા, આદિવાસી ફળિયુ ધાનપુર,(3) શંકરભાઈ લક્ષ્મણભાઈ સંગાડીયા સિંગેડી, હોળી ફળિયુ, દે. બારીયા તેમજ (4) જયેશભાઈ દિલીપભાઈ ખરાડ મેન્દ્રા, માળીયા ફળિયું દે.બારીયા નાઓ રાત્રિના સમયે શ્રાવણિયો જુગાર રમતા હતા તે દરમિયાન દેવગઢબારિયા પોલીસે ઓચિંતો દરોડો પાડી ઉપરોક્ત ચારેય જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે નરોડા દરમિયાન દાવ પરથી તેમજ અંગ જડતી દરમિયાન 1235 રૂપિયાની રોકડ રકમ 15 હજાર કિંમતના ત્રણ મોબાઈલ ફોન, તેમજ 30,000 કિંમતની મોટરસાયકલ સહિત કુલ 46,285 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ચારેય જુગારીયા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન,1 મોટર સાઇકલ, રોકડ રકમ સાહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો…
દે.બારીયા તા.22
દેવગઢ બારીયા તાલુકાના જુના બારીયામાં ચાલતા સામણે જુગારધામ પર પોલીસે ઓચિંતો છાપો મારી 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસે દરોડા દરમિયાન મોબાઈલ ફોન, મોટર સાઇકલ તેમજ રોકડ રકમ મળી 46,285 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.