રાહુલ મહેતા :- બારીયા
દેવગઢબારિયા નગરના હરિ ૐ નગરમાં વીજળી પડતા એક મકાનને નુકસા વીજ ઉપકરણો બળીને ખાક
વીજળી પડતા મોટા અવાજ થતા લોકોમાં નાસભાગ
મકાન ની છત સહિત વીજ ઉપકરણોને નુકસાન
સ્થાનિક લોકોએ પાલિકા ને લેખીત માં નુકસાની અંગે રજૂઆત કરી .
દેવગઢબારિયા નગરમાં હરિૐ સોસાયટી માં વીજળી પડતા એક મકાનને નુકસાન તેમજ સોસાયટીના અન્ય મકાનોમાં વીજ ઉપકરણો બળીને ખાક થતા પાલિકા તંત્રને લેખિતમાં વળતર માટેની માગણી કરી.
દે. બારીયા તા.14
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરમાં આજરોજ તારીખ 14 ના રોજ બપોરના સમય થી અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો જેમાં વીજળીના ચમકારા તેમ જ ગાજવીજ સાથે એકા એક વરસાદ વરસતા નગરને જાણે વીજળી ના ચમકારા તેમ જ ગાજવીજ થી ઘમરોળી નાખ્યું હોય તેમ જોવાઈ રહ્યું હતુ ત્યારે તે વખતે નગર ના પિપલોદ રોડ ઉપર અરિહંત પેટ્રોલ પંપની સામે આવેલ હરિૐ નગર માં રહેતા પટેલ હંસાબેન ગણપતસિંહ ના મકાન ઉપર એકાએક વીજળી ત્રાટકતા મકાનના ધાબા નો ભાગ તૂટી ગયો હતો તેમજ દીવાલોમાં તિરાડો પડી ગઇ હતી ત્યારે તે મકાન તેમજ આસપાસના કેટલાક મકાનો માં રહેલા વીજ ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા ત્યારે આ વીજળી પડતાં મોટો ધડાકો થયાનો અવાજ આવતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી વીજળી પડવાથી હંસાબેન પટેલ ના મકાન માં મોટું નુકસાન થતાં તેમજ આસપાસના લોકોના મકાનો માં પણ વીજ ઉપકરણો બળી જતાં કુદરતી આપત્તિના કારણે આ નુકસાન થયું હોવાથી હંસાબેન પટેલ સહિત આસપાસનાં લોકો દ્વારા દેવગઢબારિયા પાલિકા તંત્રને લેખિત માં અરજી આપી વળતરની માંગણી કરી હતી ત્યારે આ વીજળી પડવાથી આસપાસના લોકોમાં ગભરાટ મચી જવા પામેલ ત્યારે આ બનાવમાં કોઇ જાનહાનિ ન થતા સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો આમ દેવગઢબારિયા નગરમાં વીજળી પડવાથી મકાન તેમજ વિજ ઉપકરણો ને મોટું નુકસાન થવા પામ્યું છે