જીગ્નેશ બારીયા :- દાહોદ
દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ગામે શ્રાવણીયો જુગાર રમતા પાંચ જુગારીયાઓને એલસીબીએ દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા..
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મેન્દ્રા ગામે જાહેરમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહેલાં પાંચ જુગારીઓને એલ.સી.બી. પોલીસે દબોચી લઈ રોકડા રૂપીયા ૧૦,૪૩૦ની રકમ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ મેન્દ્રા ગામે માળ ફળિયામાં ગલસીંગભાઈ કનુભાઈ નાયક (રહે. નાની ખજુરી, ડુંગર ફળિયું,તા. દેવગઢ બારીઆ), વિજયભાઈ રમેશભાઈ ખરાડ (રહે. મેન્દ્ર ચોકડી, તા.દેવગઢ બારીઆ), મહેશભાઈ ગણપતભાઈ માવી (રહે. મેન્દ્રા, તા.દેવગઢ બારીઆ), લાલાભાઈ બુધાભાઈ પરમાર (રહે. મેન્દ્રા, તા. દેવગઢ બારીઆ) અને અજયભાઈ રમેશભાઈ ખરાડ (રહે. મેન્દ્રા, માળિયા ફળિયું, તા. દેવગઢ બારીઆ) આ પાંચેય જણા જાહેરમાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો આ સ્થળે છાપો માર્યાે હતો અને પાંચેય જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧૦,૪૩૦ની રકમ કબજે કરી જુગારીઓ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————————-