દેવગઢબારિયા નગરમાં બે દિવસ પૂર્વે દશેરા મેળા દરમિયાન બની ઘટના..
મેળામાં ફરવા આવેલા રૂવાબારી ગામના 19 વર્ષીય યુવક ને હાર્ટ અટેક આવતા મોતને ભેટયો.
દાહોદ તા.01
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં બે દિવસ પૂર્વે દશેરાના મેળા દરમિયાન મોજ માણવા આવેલા 19 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યો હતો જેના પગલે તબીબી આલમ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતમાં એક તરફ હાર્ટ અટેકના બનાવોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.અને તેમાંય ખાસ કરીને નાની ઉંમરના યુવકોને અકારણે હાર્ટ અટેક આવતા મોતને ભેટી રહ્યા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે હવે હાર્ટ અટેકના બનાવો દાહોદ જિલ્લામાં પણ બનવા પામતા તબીબી આલમમાં પણ ચિંતા ની લકીરો જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં બે દિવસ અગાઉ દેવગઢબારિયા નગરમાં ટાવર રોડ પાસે ભરાયેલા દશેરાના મેળામાં મેળાની મોજ માણવા આવેલા રૂવાબારી ગામના 19 વર્ષીય અક્ષય છત્રસિંહ બારીયા નામક યુવક ઓચિંતો ઢળી પડતા આસપાસના ભેગા થયેલા લોકો દ્વારા આ યુવકને તાબડતોડ નજીકના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કરતા જુવાન ધોધ યુવકના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.