સુખસરમાં શ્રી રામ મંદિર નિર્માણ હેતુ સદભાવના સંમેલન યોજાયું.
સુખસર.તા.10
ફતેપુરા તાલુકાના સુખસર માં શ્રીરામ મંદિર નિર્માણ નિધિ હેતુ સદભાવના સંમેલન યોજાયું હતું જેમાં જિલ્લા અને તાલુકા માંથી સંયોજક ઉપસ્થિત રહ્યા હતા. સુખ તેમજ આસપાસના ગામોમાંથી વિવિધ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી રામ મંદિર નિર્માણ અંતર્ગત સૂચનો કરવામાં આવ્યા હતા દરેક ગામે ઘર-ઘર સુધી શ્રી રામ મંદિર ની અલગ જગાવવા તેમ જ નિર્માણ નિધિ કાર્યોમાં સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. ભારતમાતા અને શ્રી રામજીની પ્રતિમાની પૂજા-અર્ચના કરાઇ હતી. કોરોના સંક્રમણ ને લઇ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.