દાહોદ જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીની તૈયારીઓના ભાગરૂપે તારીખ ૦૩ અને ૦૪ જાન્યુઆરીના રોજ કોંગ્રેસના જિલ્લાના પ્રભારીઓ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળશે

Editor Dahod Live
1 Min Read

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૦૨

આગામી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીની તૈયારીઓના ભાગરૂપે તારીખ ૦૩ અને ૦૪ જાન્યુઆરીના રોજ જિલ્લાના પ્રભારીઓ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળનાર હોવાનું જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જાણવા મળી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા ના આદેશ થી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે તારીખ ૦૩/ ૦૧/ ૨૦૨૧.અને ૦૪/૦૧/૨૦૨૧ ના રોજ ચૂંટણીલક્ષી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળવા માટે જિલ્લાના પ્રભારીઓ ઉદેસિંહ બારીયા ,ખુમાનસિંહ ચૌહાણ અને રણજીતભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પર ઉપસ્થિત રહેવાના છે.પ્રથમ દિવસે તારીખ ૦૩/૦૧/૨૦૨૧ ના રોજ લીમખેડા,દેવગઢ બારીયા,ધાનપુર ગરબાડા,દાહોદ તાલુકાના અને તારીખ ૦૪/૦૧/૨૦૨૧ ના રોજ ઝાલોદ ફતેપુરા,સંજેલી અને સિંગવડ તાલુકાના જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત લડનાર ઇચ્છુક દાવેદારો ને સાંભળવાના છે.

——————————–

Share This Article