નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ, તા.૧ર
ફતેપુરા તાલુકાના ઢઢેલામાં ગત રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં એક ૨૮ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર સાડીનો ગાળીયો બનાવી પોતાના મકાનની ઓસરીમા લાકડાના પાટ સાથે બાંધી ગળે ફાંસો ખાતા યુવાનનું મોત નિપજયું હોવાનું અને મોતનું રહસ્ય બહાર લાવવા ફતેપુરા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામના મુકેશભાઈ મનસુખભાઈ ચરપોટ ઉંમર વર્ષ ૨૮ નાઓ ખેતીવાડી તેમજ મહેનત-મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.જેઓ ગત રોજ રાત્રીના કોઈ અગમ્ય કારણોસર ઘરની ઓસરીના ભાગે આવેલ લાકડાના પાટ સાથે સાડીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.યુવાનના મોત બાબતે સ્થાનિક લોકોમાં વિવિધ ચર્ચા ચાલી રહી છે.ત્યારે ફતેપુરા પોલીસે યુવાનના મોત બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મરણ જનાર મુકેશભાઈ ના પત્ની ગીતાબેન મુકેશભાઈ ચરપોટે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે પંચનામા બાદ લાશને ફતેપુરા સરકારી દવાખાનામાં પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.