રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદના ઐતિહાસિક બાવકા શિવ મંદિર ખાતે સેવા સંકલ્પ અભિયાન દીપોત્સવ અને પૂજા-અર્ચનાનું આયોજન*
દાહોદ તા. 17 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક બાવકા શિવ મંદિર ખાતે વિશેષ દીપોત્સવ તેમજ પૂજા-અર્ચનાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં બાવકા શિવ મંદિર પરિસરને રોશની અને સેંકડો દિવડાઓ (દીપમાળા)થી ઝળહળતું કરવામાં આવ્યું હતું.
મંદિરના શિવલિંગ તેમજ શિવ પાર્વતીજીની પ્રતિમા સમક્ષ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા, જલાભિષેક અને મહાઆરતી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સ્થાનિક તાલુકા સીટના ભાજપ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો અને બાળકોએ હાથમાં દીવા રાખી સમગ્ર મંદિર પરિસરમાં “હર હર મહાદેવ” અને “વંદે માતરમ”ના નારાઓથી ભક્તિમય અને દેશભક્તિપૂર્ણ વાતાવરણ સર્જ્યું હતું.
00
