પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી સહિતની કામગીરી આજથી ઠપ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી સહિતની કામગીરી આજથી ઠપ

દાહોદ ta. 11

લેન્ડ રેકર્ડના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને પેનડાઉન આંદોલન શરૂ કરવામાં આવતા પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી સહિતની કામગીરી પર અસર પડવાની સ્થિતિ સર્જાઈ છે.

કર્મચારીઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજથી કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી દૂર રહેવાના હોવાથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી ઠપ થવાની શક્યતા છે.

કર્મચારીઓના આંદોલનને કારણે જમીન-મિલકત સંબંધિત કામકાજ માટે કચેરીઓમાં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Share This Article