દાહોદના કૃત્રિમ તળાવમાંથી 65 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.! સિદ્ધેશ્વરી સોસાયટીના રહેવાસી સાવિત્રીબેન શર્માનો મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો; 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના કૃત્રિમ તળાવમાંથી 65 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.!

સિદ્ધેશ્વરી સોસાયટીના રહેવાસી સાવિત્રીબેન શર્માનો મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો; 

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી

દાહોદ, તા.01

દાહોદ શહેરના ઐતિહાસિક સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવની પાછળ મૂર્તિઓ વિસર્જિત કરવા માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં એક 65 વર્ષીય મહિલાની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આસપાસના સ્થાનિકોને ઘટનાની જાણ થતા સ્થળ પર લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરતા થોડીક જ વારમાં ઘટના સ્થળે દોડી આવેલા ફાયર બ્રિગેડ તેમજ પોલીસે રેસ્ક્યુ કરી આ મહિલાની લાશને બહાર કાઢી પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડ્યા હોવાનું સામે આવ્યું છે.

દાહોદ શહેરના કૃત્રિમ તળાવમાંથી શનિવારે 65 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા, જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.ફાયર બ્રિગેડની મદદથી મહિલાના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ દાહોદ શહેરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા સાવિત્રીબેન કૈલાશચંદ્ર શર્મા (ઉં.વ. 65) તરીકે થઈ હતી.પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.

પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ આત્મહત્યા કરી હતી કે અન્ય કોઈ કારણસર તળાવમાં પડ્યા હતા, તે સહિત તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાના ચોક્કસ કારણો સામે આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Share This Article