બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલી નગરમાં સરકારી અનાજની દુકાન સામે ગંભીર આક્ષેપ
વિધવા બહેન અને પુત્રએ અનાજનું પોટલું માથે મૂકી મામલતદારને કચેરી ખાતે લેખિત રજૂઆત કરી
સુખસર,તા.29
દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરીને મનમાની ચલાવતો હોવાનું અરજદારે લખિતમાં રજુવાત કરવામાં આવી
અરજીમાં જણાવ્યા મુજબ માંડલી રોડ સ્થિત અરવિંદભાઈ પીઠાયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી વિધવા લાભાર્થી લક્ષ્મીબેન રમણભાઈને નિયમ મુજબ મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે. અરજદારના લક્ષ્મીબેને જણાવ્યા અનુસાર 20 કિલો ચોખાની પાવતી કાઢવામાં આવે છે, પરંતુ માત્ર અંદાજે 18 કિલો ચોખા આપવામાં આવે છે. તેવી જ રીતે 15 કિલો ઘઉંની પાવતી સામે માત્ર 13 કિલો ઘઉં આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજદારે વધુમાં જણાવ્યું છે કે,અનાજ ઓછું આપવા મુદ્દે દુકાનદાર સાથે ત્રણ વખત બોલાચાલી પણ થઈ ગઈ છે.પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી અને સતત ઓછું અનાજ આપવામાં આવે છે.ગરીબો,વિધવા બહેનો અને તેમના પરિવારને જરૂરિયાતમંદોના હક્કના અનાજમાં કોણ ખાઈ જાય છે? નો આક્ષેપ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અરજીમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરીને મનમાની ચલાવતો હોવાનું અરજદારે લખિતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સાથે જ અરજદારે પોતાની માતા વિધવા હોવાનું અને પોતાના પરિવારને હક્કનું અનાજ કેમ ઓછું આપવામાં આવે છે?તે અંગે મોટો સવાલ ઉઠવા પામ્યા છે.
અરજદારે પુરવઠા મામલતદારને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગે ઉઠવા પામી છે.તેમજ ગરીબ અને વિધવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે.
