લીમખેડા લીમડી ચાકલીયા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડા લીમડી ચાકલીયા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

દાહોદ તા. 28 

મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા લીમખેડા – લીમડી – ચાકલીયા–માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ કોલ્ડ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન્યુંનલ સબ બેઝ), મેટલ તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિટ્યુમિનસ મિશ્રણનો ઉપયોગ કરીને માર્ગની મજબૂતાઈ પુનઃસ્થાપિત કરાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત દરેક પેચને યોગ્ય સમતલમાં લાવી રોલર વડે કોમ્પેક્શન કરીને લાંબા સમય સુધી ટકાઉ રહે તેવું આયોજન કરાયું છે.

વાહનવ્યવહારને ન્યૂનતમ અસર થાય તે માટે કામગીરી તબક્કાવાર હાથ ધરાઈ રહી છે, તેમજ સ્થળ પર સલામતી માટે સૂચક બોર્ડ અને બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇજનેરો દ્વારા સતત ગુણવત્તા તપાસ થઈ રહી છે અને આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક રહીશો અને દૈનિક મુસાફરો માટે માર્ગ વધુ સમતળ, સુરક્ષિત અને આરામદાયક બનશે.

૦૦૦

Share This Article