સુખસર-ઝાલોદ હાઇવે પર ફોર વ્હીલ ગાડીનો ફિલ્મીઢબે પીછો:સુખસર પોલીસે ઇંગલિશ દારૂ બિયરના ટીન ઝડપ્યા.!

Editor Dahod Live
4 Min Read

સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપરથી પસાર થતી ફીગો કારનો પીછો કરી સુખસર પોલીસે ઇંગલિશ દારૂ બિયરના ટીન ઝડપ્યા.!

ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયર ટીન મળી રૂપિયા 2 લાખ 22 હજાર નો પ્રોહીમાલ તથા ગાડીની કિંમત રૂપિયા 2 લાખ 50 હજાર મળી કુલ 4.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રિપોર્ટર:બાબુ સોલંકી,સુખસર 

સુખસર,તા.23

  ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકો પૂરતી મર્યાદિત રહી જવા પામી હોવાનું જોવા અને જાણવા મળે છે. જેમાં રાજસ્થાનની સરહદ ઉપર આવેલા સુખસર તાલુકાના નાના-મોટા રસ્તાઓ ઉપરથી ઇંગ્લિશ દારૂ બિયરની મોટા પાયે હેરાફેરી થતી હોવાનું પ્રકાશમાં આવતા કિસ્સાઓ ઉપરથી જણાઈ રહ્યું છે.થોડા દિવસ અગાઉ સુખસરના આફવા રોડ ઉપરથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ પિયરના ટીન દાહોદ એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે ગતરોજ રાત્રિના સુખસર પોલીસે સુખસરથી ઝાલોદ જતા માર્ગ ઉપર પીછો સુખસર પોલીસે ઝાલોદના મુવાડા ખાતેથી કારમાંથી રૂપિયા 2 લાખ 22 હજારનો ઇંગલિશ દારૂ બિયરના ટીન ઝડપી બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. 

        જાણવા મળેલી વિગતો મુજબ સુખસર પોલીસ ગતરોજ રાત્રીના 10 થી 11 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.તેવા સમયે પોલીસને બાતમી મળેલ કે, સુખસર થી ઝાલોદ તરફ જતા હાઇવે માર્ગ ઉપરથી ફિગો ગાડીમાં ઇંગ્લિશ દારૂ બિયરના ટીન લઈ બુટલેગરો પસાર થવાના હોવાની બાતમી મળતા સુખસર પોલીસ બાતમી વાળી ગાડીની તલાશમાં હતા.ત્યારે બાતમી વાળી ફિગો કાર નંબર જીજે- 06-પીસી-5671 આવતા પોલીસે ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા કાર ચાલક પોતાના કબજાની કારને લઈ ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે તેનો પીછો કરતા કાર ચાલક પોતાના કબજાની ગાડીને લઈને ભાગી છુટ્યો હતો અને ઝાલોદ પાસે આવેલ મુવાડા ખાતે રસ્તાની સાઈડમાં નીચે ઉતારી દઈ ચાલક તથા તેની બાજુમાં બેઠેલ એક ઈસમ દરવાજો ખોલી ગાડીમાંથી ઉતરી ભાગી છુટ્યા હતા.

       જ્યારે ફીગો કારમાં તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કાચની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ 1416 ની કિંમત રૂપિયા 2 લાખ 22 હજાર નો પ્રોહી મુદ્દામાલ તથા ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ ફોર્ડ કંપની ફિગો ગાડીની કિંમત રૂપિયા 2 લાખ 50 હજાર મળી કુલ રૂપિયા 4,72,000 ના મુદ્દા માલની પ્રોહિ પ્રતિબંધક એરિયામાં બિનઅધિકૃત રીતે દારૂની હેરાફેરી પરિવહન કરી લઈ જતા પોલીસના પીછા દરમિયાન ગાડી રસ્તાની નીચે ઉતારી દઇ ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમ ભાગી છુટતા ઇંગ્લિશ દારૂ બીયર ટીન તથા ફિગો ગાડી સુખસર પોલીસે કબજે લઈ બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

*:-બોક્સ:-*

15 જુલાઈ- 26 ના રોજ દાહોદ એલસીબી પોલીસ સુખસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.તેવા સમયે સુખસરના આફવા રોડ ઉપરથી ઈકો ગાડીમાં બિસ્કીટ વેફરની આડમાં ઇંગ્લિશ દારૂ બીયર ટીન ભરી બુટલેગર પસાર થનાર હોવાની ચોક્કસ બાતમી મળતા દાહોદ એલસીબીએ સુખસરના આફવા રોડ ઉપર નાકાબંધી ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી વાળી ઇકો ગાડી આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ડ્રાઇવર ગાડી લઈ ભાગી છૂટ્યો હતો.અને આગળ જઈ રસ્તાની સાઈડમાં ગાડી ઉભી રાખી ચાલક ભાગી છૂટ્યો હતો.જ્યારે ઇકો ગાડીમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂ બિયરના ટીન 2184 મળી આવ્યા હતા.જેની કિંમત રૂ 2,80,800 તથા ઈકો ગાડીની કિંમત રૂપિયા 5,00,000 લાખ મળી કુલ રૂપિયા 7,80,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આમ સુખસર પંથકમાંથી અવાર-નવાર લાખો રૂપિયાનો ઇંગ્લીશ દારૂ બિયર વહન થઈ રહ્યો છે.

Share This Article