સંજેલી S0Gની મોટી કાર્યવાહી: સંજેલીમાં એક યુવકની દેશી તમંચા સાથે ધરપકડ,હથિયાર ધારા હેઠળ ગુનો નોંધાયો
રિપોર્ટર;મહેન્દ્ર ચારેલ,સંજેલી
સંજેલી તા.07
દાહોદ એસ.ઓ.જી પોલીસે સંજેલી ના આપવા ગામે ત્રણ રસ્તા ચોકડી પાસે માછલીના આધારે એક યુવક અને આંતરી તેની તલાસી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા પોલીસે ઉપરોક્ત યુવકની આર્મ એક્ટ અંતર્ગત ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળેલ છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી ગેરકાયદેસર હથિયારો તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે દાહોદ પોલીસ એકશનમાં આવી છે તે અનુસંધાને SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. યુ. જોષી અને તેમની ટીમ સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન S0Gના પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે કુંડા ગામની આફવા ત્રણ રસ્તા ચોકડી પાસે સાગડાપાડા ગામનો એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે હાજર છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર વ્યુહાત્મક રીતે રેડ કરી પરેશભાઇ સુરસિંગભાઈ વળવાઈ (ઉ.વ. 22), રહે. સાગડાપાડા, ખુંટા ફળિયું, તા. સુખસર, જી. દાહોદને ઝડપી પાડ્યો હતો. પંચોની હાજરીમાં તેની અંગઝડતી લેતા કમરના ભાગે પેન્ટના નેફામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.પોલીસે ગેરકાયદેસર હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે સંજેલી પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.
