134 વિધાનસભા વિસ્તાર પત્રકાર સંગઠનની નવી કારોબારી સર્વાનુમતે રચાઈ
દાહોદ તા . ૪
દેવગઢ બારિયા: સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર મિત્રોની બેઠકમાં 134 વિધાનસભા વિસ્તાર પત્રકાર સંગઠનની નવી કારોબારી સર્વાનુમતે રચવામાં આવી હતી.
બેઠકમાં નિર્મળસિંહ ચૌહાણને પ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નવી કારોબારીમાં આરતસિંહ બારિયા, નરવતસિંહ અને નવીનભાઈ પીપલોદને ઉપપ્રમુખ, જતીન સોની અને મઝરભાઈ મકરાણીને સંગઠન મંત્રી, મુસ્તાક મફત અને મોહનભાઈ વણકરને સહમંત્રી, પથિક સુતરીયાને સંયોજક, જયેન્દ્રભાઈ, રાહુલજી અને વિપુલભાઈ બારિયાને સલાહકાર, ધર્મેશભાઈ પરમારને ખજાનચી તથા હેમંતભાઈ સોનીને સહ-ખજાનચી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. અન્ય તમામ પત્રકાર મિત્રોને કારોબારી સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.
નવી કારોબારીના તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
