ગરબાડા બ્લોકના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય શુભારંભ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી:ગરબાડા 

ગરબાડા બ્લોકના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય શુભારંભ

ગરબાડા તા.28

 

આજ રોજ તારીખ ૨૮ જૂન ૨૦૨૬, રવિવારના દિવસે ગરબાડા બ્લોકના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રા.આ.કેન્દ્ર) હેઠળ આવતા વિવિધ આંગણવાડી કેન્દ્રો પરથી રાષ્ટ્રવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. બાળકોને પોલિયો મુક્ત રાખવાના આ મહાઅભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પાટીયા પ્રા.આ.કેન્દ્ર અંતર્ગત આવતા દાદુર આંગણવાડી કેન્દ્ર ખાતેથી પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદુર ગામના પૂર્વ સરપંચ વિપુલભાઈ રામસિંહ બામણીયાના વરદ હસ્તે ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવીને આ ભવ્ય અભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ જ શ્રેણીમાં, પાટીયા પ્રા.આ.કેન્દ્ર હેઠળના ટૂંકી અનોપ બુથ નંબર 9-A આંગણવાડી કેન્દ્ર ખાતેથી પણ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. અહીં જાણીતા સામાજિક કાર્યકર્તા નવલસિંહ ધુલાભાઈ ગોહિલના વરદ હસ્તે બાળકોને પોલિયોની રસી પીવડાવીને આ પ્રશંસનીય ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો

Share This Article