*પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક* *વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા અપાઈ સુચના*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક*

*વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા અપાઈ સુચના*

દાહોદ તા. ૫

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી. 

આ બેઠકમાં કલેકટર સુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ મળેલ વર્ષ ૨૦૨૫-૨૬ની ૧૫% વિવેકાધીન (તાલુકા કક્ષા, નગરપાલિકા અને જિલ્લા કક્ષા) સામાન્ય, ટી.એ.એસ.પી, ખાસ અંગભૂત, ૫% પ્રોત્સાહક જોગવાઈઓ મુજબ મળેલ આયોજનને બહાલી આપવા બાબત, વર્ષ:૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ સુધીમાં મંજુર થયેલા કામોની સમીક્ષા તેમજ જોગવાઈ સામે વર્ષ ૨૦૨૬-૨૭માં મળવાપાત્ર રકમની જોગવાઈ મુજબનું નવીન કામોનું આયોજન મંજુર કરવા બાબત સમિક્ષા કરવામાં આવી હતી. 

 

વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળના નાણાકીય અને ભૌતિક પ્રગતિની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં પૂર્ણ થયેલ, પ્રગતી હેઠળના, શરુ થયેલા, શરુ ન થયા હોય તેવા વર્ષ ૨૦૨૩-૨૪ , ૨૦૨૪-૨૫ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના કામો અંગે સમિક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી. 

આ બેઠક દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનીયા, ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેશભાઈ ભાભોર, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એ.બી.ગોહિલ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ તાલુકા અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Share This Article