સુખસરથી ભોજેલાને જોડતા માર્ગ ઉપર વૃક્ષ ધારાશયી થતા ત્રણ દિવસથી અવર-જવર બંધ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરથી ભોજેલાને જોડતા માર્ગ ઉપર વૃક્ષ ધારાશયી થતા ત્રણ દિવસથી અવર-જવર બંધ*

 સુખસર, તા.7

  સુખસર થી પંચાલ ફળીયા થઈને એલ.બી કટારા સ્કૂલ તરફ જતો અને ભોજેલા ગામને જોડતો મહત્વનો માર્ગ છેલ્લા ત્રણ દિવસથી બંધ હાલતમાં છે.વિસ્તારમાં આવેલા ભારે પવન અને વરસાદના કારણે રસ્તા પર વૃક્ષ ધરાશયી થઈ જતાં માર્ગ સંપૂર્ણપણે અવરોધિત બની ગયો છે.

આ માર્ગ બંધ થતાં રોજિંદા અવર-જવર કરતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને સુખસર તરફ કામકાજ માટે અવર-જવર કરતા લોકોને લાંબા ચક્કર લગાવવા પડી રહ્યા છે.જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે.

      ત્રણેક દિવસનો સમય વીતી જવા છતાં હજુ સુધી માર્ગ ઉપરથી ધરાશાયી થયેલું વૃક્ષ દૂર કરવામાં આવ્યું નથી. અને સુખસર થી ભોજેલા તરફ તથા ભોજેલા થી સુખસર તરફ આવતા જતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.ગ્રામજનોની માંગ છે કે,તંત્ર તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી રસ્તો સાફ કરી અવર-જવર પુનઃ શરૂ કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે.

Share This Article