બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પંથકમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત, જાનહાની ટળી*
*સુખસર પંથકમાં મુશળધાર વરસાદથી ઇંટ ભટ્ટાઓ તથા ખેડૂતોના ઘાસચારાને વ્યાપક નુકસાન*
સુખસરતા.5

સુખસર પંથકમાં આજરોજ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં શરૂ થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન પર ભારે અસર પડી છે. જ્યારે સવારના 6:30 વાગ્યાના અરસામાં મુશળધાર વરસાદ આવેલા વાવાઝોડાથી વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ,રાત્રે અંદાજે દોઢ વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ થોડો સમય બંધ થયા બાદ વહેલી સવારે સાડા છ વાગ્યે ફરી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ પરિસ્થિતિના કારણે અનેક સ્થળોએ વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.જેના કારણે રસ્તાઓ અવરોધિત બન્યા હતા.અને વાહન વ્યવહાર પર અસર પડી હતી.સાથે સાથે આસપાસના વિસ્તારોમાં ઘરો ઉપર મુકાયેલા સિમેન્ટના પતરાઓ પણ તેજ પવનના કારણે ઉડીને તૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે.જેના કારણે માલમત્તાનું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા બે દિવસ અગાઉ જ સમારકામના કામને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો બંધ રાખવાની આગોતરી જાણ કરી દેવામાં આવી હતી.આ સાવચેતીના પગલાંને કારણે કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી.તે ઉપરાંત સંતરામપુર–ઝાલોદ માર્ગ ઉપર સવારના સમયે વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો.જોકે, એસટી બસના ડ્રાઇવર, કન્ડક્ટર અને મુસાફરો દ્વારા એકતા દાખવી વૃક્ષોને સાઈડમાં કરી માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જોકે જોકે આખો મોસમી વરસાદ તથા પ્રચંડ વાવાઝોડા થી અનેક વૃક્ષો ધારાશયી થવા પામ્યા છે તેમજ ઈટ ભટ્ટા માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે. આમ આજરોજ સવારે આવેલા કમોસમી વરસાદ સાથે વાવાઝોડાથી પંથકમાં નુકસાન પહોંચતા લોકોમાં અફડા તફડી મચી જવા પામી હતી.વાવાઝોડું શાંત થતા લોકોમાં હાશકારો થયો હતો.
